ચાર જિલ્લામાં અમરેલી નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવી

અમરેલી,
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ કરવામાં આવ્યું. તે અંતર્ગત સમગ્ર ભારત દેશની નગરપાલિકાઓં / મહાનગરપાલિકા ના પરિણામો આવેલ છે. જેમાં હાલમાં ભાજપ શાષિત અમરેલી નગરપાલિકામા અમરેલી શહેર ના તમામ ઘટકો જેવા કે રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, શહેરને સ્વચ્છ અને સુશોભિત બનાવવું , તેવો દ્રઢ સંકલ્પ કરનાર અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનીષાબેન એસ. રામાણી તથા કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા તથા તમામ ચુટાયેલાસદસ્યશ્રીઓં દ્વારા શહેરને સ્વચ્છ અને સુશોભિત બનાવવું તેના ભાગ રૂપે સ્વચ્છ સર્વેક્ષણ 2022નાં રીઝલ્ટમાં ભાવનગર ઝોનમાં અમરેલી , ભાવનગર, ગીર સોમનાથ તથા જુનાગઢ જીલ્લા ની 27 નગરપાલિકા માં અમરેલી નગરપાલિકા પ્રથમ ક્રમે આવેલ છે.