ચાવંડમાં વાહન ચેકિંગ દરમિયાન એક શખ્સને મોબાઇલ,રોકડ અને બાઇક સાથે ઝડપી પાડયો

અમરેલી,
જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહની સુચના મુજબ ગેરકાયદેસર પ્રવૃતી કરતા શખ્સોને પકડી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તેમજ મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ના.પો.અધિ.જેપી ભંડારીના માર્ગદર્શન મુજબ લાઠીના પીએસઆઇ પીએ જાડેજા તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગ દરમિયાન ચાવંડ રાજકોટ ભાવગનર હાઇવે ઉપર વાહનચેકીંગમાં હતા તે દરમિયાન બાબરા તરફથી બાઇક જીજે 12 ઇકે 5172 લઇને એક શખ્સ આવતા પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા સાત અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા સાદા મોબાઇલ રૂા.52,000 રોકડ રૂા.47,770 બાઇક મળી રૂા.1,44,770 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.