ચાવંડમાં શ્રી જીતુભાઇ ડેરની અનન્ય સેવા

અમરેલી,કોરોના મહામારીમાં સુરત, અમદાવાદ સ્થળોએથી વતન આવતા લોકોના સ્ક્રીનીંગ માટે એક ચેક – પોસ્ટ ઉભી કરવામાં આવેલ ત્યાં શરૂઆતના દિવસોમાં મોટી માત્રામાં ધસારો રહેતો તેવા સંજોગોમાં કાણકીયા મહેતા શૈક્ષણીક સંકુલ ચાવંડ દ્વારા મેને ટ્રસ્ટી તથા જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જીતુભાઇ ડેરે સેવાનું બીડું ઝડપ્યુ સેવાયજ્ઞમાં માતબર રકમ દાનમાં આપીને પોતે ખડા પગે સતત પંદર દિવસ હાજર રહીને દાતાઓનો સહયોગ પ્રાપ્ત કરીને જીતુભાઇ ડેરે સ્ક્રીીનીંગ માટે રોકવામાં આવતા જીલ્લાના તમામને ચા – પાણી, નાસ્તો – ભોજન તથા આરામ કરવા માટે શૈક્ષણીક સંકુલમાં ઉતારા સહિતની ઉત્તમ વ્યવસ્થા કરીને જીલ્લા વહીવટીય તંત્ર તથા જીલ્લા પોલીસ તંત્રના કામમાં સહકાર આપીને એક આદર્શ કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરીને સેવાયજ્ઞના મુખ્ય દાતા અવિશ્ર્વભાઇ સાવલિયા સહિત ગીરીશભાઇ ડેર, ભરતભાઇ ડેર, ડો. ભરતભાઇ કાનાબાર, પરેશભાઇ ધાનાણી, અશોકભાઇ સઇડા, કીરીટભાઇ સોરઠીયા, મુકેશભાઇ કોટડીયા – લાઠી, રાજુભાઇ ભુતૈયા – લાઠી, અશોકભાઇ ભાદાણી, લલીતભાઇ કાકડીયા, રાજુભાઇ સકોરીયા, કૌશીક વેકરીયાએ જીતુભાઇ ડેર દ્વારા આરંભીયેલ સેવાયજ્ઞમાં સહયોગ આપ્યો હતો. આ તકે સમગ્ર સેવા કેમ્પમાં ધોમધખતા તાપમાં જીવના જોખમે પચીસ કરતા પણ વધારે સ્વયસેવકો એ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી હતી. જેમાં સર્વશ્રી ભીખાભાઇ પાડા, પ્રભુભાઇ હેરમાો વિક્રમ દેથલીયા, ભરત દેથલીયા, રણજીતભાઇ ડેર, હકાભાઇ નારીયા, ભીખાભાઇ શાહરામબાપુ ગોસ્વામી, ભરતભાઇ મીસ્ત્રી, લાલબાપુ ગોસ્વામી, બાલાભાઇ કનાળા, અલ્પેશ સોલંકી, અંકીત દવે, પરવીન બાબર, ખીમબાપુ બાવાજી, જગાભાઇ સાકરીયા, ગોપાલ સકોરીયા, હીતાભાઇ સાકરીયા, હિંમતભાઇ ડાભી, દામજીભાઇ સાકરીયા વડીલો અને યુવાનોએ સેવાનો ભેખ લઇને સમગ્ર સેવાકેમ્પને સફળ બનાવ્યો હતો. તે બદલ કાણકીયા મહેતા શૈ. સંકુલ ચાવંડના મેને. ટ્રસ્ટી અને સેવાકેમ્પના ખાંડ, ચા, ચણાલોટ, તેલના મુખ્યદાતાશ્રી જીતુભાઇ બી. ડેરે તમામ સહયોગી દાતાશ્રીઓ અને સેવાના ભેખધારીઓનો આભાર માન્યો હતો.