અમરેલી,સુરતથી એક સાથે અપાયેલી પરમીટો અને એક સાથે ઉપડેલી બસોને કારણે ચાવંડ ચેકપોસ્ટ ઉપર અંધાધ્ાુંધીનો માહોલ સર્જાયો હતો સ્ક્રીનીંગ અને રજીસ્ટ્રેશનની ચકાસણીની પ્રક્રિયા વ્યવસ્થિત ચાલી હતી પરંતુ એક સાથે ખડકાઇ ગયેલી 200 થી 300 જેટલી બસોને કારણે લોકોને ચેકપોસ્ટ પાર કરવામાં 10 થી 12 કલાક લાગતા ચાવંડ ચેકપોસ્ટ પાસે હજારો લોકો રોડ ઉપર તડકામાં સેકાયા હતા અને એસટી તથા ખાનગી બસના થપ્પા લાગ્યાં હતા.
ગઇ કાલે રાતથી એક સાથે અનેક બસો આવતા અને એક સાથે હજારોની સંખ્યામાં આવેલા લોકોનું રજીસ્ટ્રેશન અને આરોગ્યની ચકાસણીના સ્ક્રીનીંગમાં થતાં સમયને કારણે ધોમ ધખતા તાપમાં લોકો ભુખ્યા તરસ્યાં હેરાન થયાં હતા 10 થી 12 કલાકે લોકોનો ચેકીંગમાં વારો આવતા સુરત અને અમરેલી વચ્ચેેના સરકારી તંત્રના સંકલનના અભાવે વતનમાં આવતા લોકો ભારે મુસીબતમાં મુકાયા હતા સુરતથી છેલ્લા 48 કલાકમાં 434 બસો અમરેલી માટે ઉપડી હતી માત્ર આજે શુક્રવારે સવારથી રાત સુધીમાં 252 બસોના 8 હજાર જેટલા લોકોને પ્રવેશ અપાયો આ ઉપરાંત 100 જેટલા ફોરવ્હીલને પણ સ્ક્રીનીંગ કરી પ્રવેશ અપાયો હતો અને રાત્રીના હજુ પણ 6 હજાર લોકો રોડ ઉપર વેઇટીંગમાં હોવાનું જાણવા મળેલ છે એસટી અને પ્રાઇવેટ બસની લાંબી કતારો લાગી છે ચેકપોસ્ટ ઉપર પીવાના પાણીની સગવડતા કરાઇ હતી પરંતુ ચેકપોસ્ટ સુધી પહોંચવામાં લોકોએ 12-12 કલાક સુધી તડકામાં સેકાવુ પડયુ હતુ અને ખુબ જ કફોડી હાલતમાં મુકાવુ પડયુ હતુ.