ચિતલના જશવંતગઢમાં પીવાના પાણીનો પોકાર

  • પાણીની લાઇનમાં ફોલ્ટ આવે ત્યારે લોકો દિવસો સુધી પાણીથી વંચિત રહે છે
  • લોકોને છેલ્લા 15 દિવસથી મુશ્કેલી ઉભી થઇ : પાણીની લાઇનમાં ફોલ્ટ આવે ત્યારે દિવસો સુધી પાણી વિતરણ થતુ નથી

અમરેલી,
અમરેલીના ચિતલ જશવંતગઢ ગામે આઝાદીના 72 વર્ષ પછી પણ પાણીનો પ્રશ્ર્ન હલ થયો નથી છેલ્લા 25 વર્ષથી વિકાસની વાતોના ગુણગાન ગવાય છે પણ ચિતલ જશવંતગઢ ગામના પાણીનો પ્રશ્ર્ન ભાજપ સરકાર હલ કરી શકી નથી અઠવાડીયે 15 દિવસે લોકોને પાણીની મુશ્કેલી પડે છે પાણીની લાઇનમાં ફોલ્ટ આવે ત્યારે ઘણા દિવસો સુધી પાણી વિતરણ કરાતુ નથી કોઇ અન્ય કુવા બોર ન હોવાથી પાણી માટે લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે ગામમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સગવડો પણ નથી આ પ્રશ્ર્ને યોગ્ય કાર્યવાહી કરવા ચિતલ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટના રવજીભાઇ મકવાણાએ વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીને રજુઆત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યુ છે.