ચિતલની લાતી બજારમાં ત્રણ ગોડાઉન આગની લપેટમાં : ભારે નુકસાન

અમરેલી,
સૌરાષ્ટ્રમાં લાકડાની લાતીનાં ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ચિતલમાં આજે લાતી બજારમાં અચાનક આગ ભભુકી ઉઠતા સૌના શ્ર્વાસ અધ્ધર થઇ ગયા હતાં. પરંતુ અમરેલીથી દોડી ગયેલા નગરપાલિકાનાં ફાયર ફાયટરની ટીમે આગને ઓલવી નાખતા સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.ચિત્તલ લાતી બજાર ખાતે આવેલ નેશનલ ટિમ્બર માં આજે બપોરે 2:00 વાગે કોઈ કારણોસર એકાએક આગ લાગતા બનાવની જાણ લાતી એસોશિએશનના વિજયભાઈ દેસાઈ ને થતા તાત્કાલિક ધોરણે અમરેલી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક ના ધોરણે ફાયર ઓફિસર ગઢવી સહિતની ટીમ પહોંચી જતા આગપર નો કાબુ મેળવવામાં આવ્યો અને વધુ નુકસાની થતી રોકવામાં આવી.આ બનાવની જાણ જશવંત ગઢ અશોકભાઈ માંગરોળીયા,વેપારી એસોશિએશનના મંત્રી અનુભાઈ માવાણી તેમજ રાજકીય કાર્યકર દશરથસિંહ સરવૈયા, આબિદભાઈ લક્ષ્મીધર સહિતના આગેવાનો બનાવની જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા .