ચિતલમાં રેપીડ ટેસ્ટ દરમિયાન આજે કોરોનાના ચાર પોઝિટિવ કેસ મળ્યાં

  • કેટલાક શંકાસ્પદ દર્દીઓનો રેપીડ ટેસ્ટ કરાવાતા
  • ચિતલ સીએચસીમાં ઓપીડી બંધ કરી સેનેટાઇઝેશન કરવામાં આવ્યું

ચિતલ,
ચિતલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજુ બાજુના 18 થી 20 ગામડાના દર્દીઓ દવાખાનાનો લાભ લઇ રહયા છે. ત્યારે હવે કોરોના એ પોતાનો અજગર ભરડો હવે અમરેલી જિલ્લાના તાલુકાના ગામડાઓમાં પ્રસરી રહયો છે. જે ઘણી ગંભીર બાબત છે. ચિતલ સીએચસી સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હવે શરદી, તાવ, ઉધરસની વારંવાર સારવાર લેતા શંકાસ્પદ દર્દીનો કોરોના રેપીડ કીટ દ્વારા રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવતા ગ્રામ્ય લેવલેથી શંકાસ્પદ દર્દીઓ પોઝિટિવ આવવા લાગ્યા છે. અહીં ફરજ પરના ડો. નિરાલી પટેલે આજે ફરી કેટલાક શંકાસ્પદ દર્દીઓના રેપીડ ટેસ્ટ કરાવાતા આજરોજ ફરી એક સાથે ચાર દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા નાના એવા ચિતલમાં ભયનો માહોલ છવાયો હતો. આજે પોઝિટિવ આવેલા દર્દીઓમાં બાબરા તાલુકાના ભીલડી ગામના એક પુરૂષ ઉ.વ.30 તથા 1 વૃધ્ધ મહિલા ઉ.વ.70 પટેલ તથા ગામડેથી પવન ચકીમાં કામ કરતા અમરેલીના યુવક ઉ.વ.28 તથા ચિતલના બાબરા રોડ ઉપર વાવડીમાં રહેતા વૃધ્ધ ઉ.વ.59 નો રિપોર્ટ પોઝિટિવ આવતા ચિતલના સીએચસીમાં એક સાથે ચાર પોઝિટિવ કેસ નીકળતા ફરી બપોર સુધી ઓપીડી બંધ કરી આખુ દવાખાનુ સેનેટાઇઝ કરવામાં આવેલ તાલુકા હેલ્થ ઓફીસર ડો. સિંહા તથા તેમની ટીમે જરૂરી કાર્યવાહી કરી 108 મારફત ચારેય પેશન્ટને અમરેલી સિવીલ કોવિડ સેન્ટરમાં રીફર કરેલ છે. તેમ અશોક ત્રીવેદીએ જણાવ્યું છે.