ચિતલમાં વૃધ્ધ દંપતી ઉપર હુમલો કરનાર લુંટારૂ ગેંગને પકડતી એલસીબી

અમરેલી,
અમરેલી તાલુકાના ચિત્તલ ગામે તા.18/09/2022 ની આદેશનગરમાં રહેતાં નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરોલીયા, ઉ.વ.63 વાળા પોતાના પત્ની સાથે પોતાના રહેણાંક મકાનની ઓસરીમાં સુતા હતાં, તે વખતે ત્રણ અજાણ્યા આરોપીએ ગુન્હાહિત કાવત્રુ રચી, લુંટ કરવાનો પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પ્રાણધાતક હથિયાર ધારણ કરી, નાથાભાઇના રહેણાંક મકાને વંડી ટપી, અપપ્રવેશ કરી, લુંટ કરવા જતાં નાથાભાઇ તેમજ તેમના પત્ની જાગી જતાં, એક ઇસમે નાથાભાઇનું મોઢુ દબાવી, જાનથી મારી નાખાવાના ઇરાદે નાથાભાઇને માથાના ભાગે તથા ડાબા ખભાના ભાગે લોખંડની હથોડીના મરણતોલ ઘા મારેલ અને બીજા ઇસમે નાથાભાઇના પત્નીને ખાટલા ઉપરથી નીચે પછાડી, ઢસડી, તેમના શરીર આડેધડ માર મારી, હાથે ફ્રેક્ચરની ઇજા કરલ. આ દરમ્યાનમાં નાથાભાઇ તથા તેમના પત્નીએ રાડારાડ કરતાં, આ ત્રણ અજાણ્યા આરોપી ઇસમો લુંટ કર્યા વગર ભાગી ગયેલ. તે પહેલા રાત્રિ દરમ્યાન કોઇપણ સમયે ચિતલ ગામે અન્ય સાહેદોની એગ્રોની દુકાનમાંથી રોકડ રૂપીયા 38,500 તથા એલ.સી.ડી ટી.વી.તેમજ હાર્ડ ડીસ્ક ડી.વી.આર.ની ચોરી કરી તેમજ બીજા સાહેદોના ગેરજની દુકાનમાં ચોરીની કોશીશ કરી, ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય, જે અંગે નાથાભાઇ લક્ષ્મણભાઇ મીરાલીયાએ અજાણ્યા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે.માં ગુન્હો રજી. થયેલ. ગઇ તા.31/08/2022 ના રોજ રાત્રીના કોઇપણ સમયે કમલેશભાઇ બાબુભાઇ મીરોલીયા, રહે. ચિત્તલ વાળાના ઘરમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ વંડી ટપીને મકાનના આંગણામાં પ્રવેશ કરી, ઘરના બે રૂમ તેમજ રસોડાના તાળા તોડી, ઘરમાં ગ્રુહઅપપ્રવેશ કરી, કબાટમાંથી કમલેશભાઇ મીરોલીયાની વાડીએ કામ કરતા મજુર કમલેશભાઇ જતલાભાઇ વસુનીયાની પત્નીનો ચાંદીનો હાર, વજન આશરે 500 ગ્રામ, કિ.રૂ.27,500/- તથા તેમના ઘરમાં આવેલ મંદીરમાંથી કૃષ્ણ ભગવાનની પીત્તળની મૂર્તિ, કિ.રૂ.2000/- ની ઘરફોડ ચોરી કરી લઇજઇ ગુનો કરેલ હોય જે અંગે કમલેશભાઇ વસુનીયાએ અજાણ્યા ચોર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરલી રૂરલ પો.સ્ટે. માં ગુન્હો રજી. થયેલ.ઉપરોક્ત ખુનની કોશિષ સાથે લુંટની કોશિષ તથા ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓને અજાણ્યા આરોપીઓ દ્વારા અંજામ આપવામાં આવેલ હતાં.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંબનતા ગંભીર અનર્ડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ આ પ્રકારના ગંભીર અનર્ડીટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનડીટેક્ટ ગંભીર ગુનાઓના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. શકદારોને ચેક કરવામાં આવેલ. આ ગુનાઓના ફરિયાદી તેમજ ભોગ બનનારની પુછપરછ કરી, આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમ.ઓ. ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ. અનડીટેક્ટ ગુનાઓના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી ઠેબી નદીના કાંઠે, ડેમ તરફ જવાના રસ્તે બે શંકાસ્પદ ઇસમો આંટાફેરા મારે છે, અને કોઇ મિલ્કત વિરૂધ્ધનો ગુનો આચરવાની તૈયારીમાં છે, તેવી હકીકત મળતાં તુર્ત જ એલ.સી.બી.દ્વારા મળેલ બાતમી આધારે વર્ણન વાળા કમલેશ દલુ સીંગાર, દીવાન રેમસિંહ મોહનીયા મુળ એમપીવાળાઓને પકડી પાડી, તેમની અંગઝડતી કરતાં, તેમની પાસેથી ચોરીનો ચાંદીનો હાર તથા મોબાઇલ ફોન મળીકુલ રૂા.42,500નો મુદામાલ કબ્જે કરેલ ઉપરોકત શખ્સોની સઘન પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત અનડીટેક્ટ ગુન્હાઓને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.