ચિતલમાં વેર હાઇસીંગના ગોડાઉનના કામમાં લોટ પાણી ને લાકડા

અમરેલી,
અમરેલીનાં ચિતલમાં બની રહેલા વેર હાઇસીંગના ગોડાઉનના કામમાં લોટ પાણી ને લાકડા જેવી હાલત હોવાની લોક ફરિયાદો ઉઠી છે અને જનતાના પોણા બે કરોડ રૂપિયાનું આંધણ થઇ રહયુ હોવાની ખુદ ભાજપના જ આગેવાનોની ફરિયાદથી સરકારમાંથી તપાસના હુકમનું નાટક થયુુ હોય તેમ તપાસનો હુકમ થયો પણ તપાસના નામે મીંડુ છે.રૂપીયા પોણા બે કરોડ રૂપિયાના કંપાઉન્ડ વોલનું હજુ કામ ચાલુ છે ત્યા જ નવી નકોર દિવાલ ધરાશાયી થઇ ગઇ છે જેના કારણે લોકોમાં રોષ ભભુકી રહયો છે આતો દિવાલનું કામ છે અને રોડ ઉપરથી લોકો જોઇ શકે છે કે નબળી કવોલીટીનું કામ છે અને અંદરનું કામ પણ નબળું હોવાની ભીતી સેવાઇ રહી છે 25 ટકા ઓન સાથેના કામમાં પણ સાવ હલકી ગુણવતાવાળું મટીરીયલ વપરાતુ હોવાની સ્થાનિક ભાજપ આગેવાનોની ફરિયાદો સરકારે ધ્યાને ન લીધી અંતે નવી દિવાલ જમીનદોસ્ત થઇ હોવાની બુમ