ચિતલમાં સૌ પ્રથમવાર જાપાનીઝ મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ

  • જશવંતગઢ ચિતલ જન સંગઠન દ્વારા
  • શ્રી જયસુખભાઇ દેસાઇ, વિજયભાઇ દેસાઇ, મનસુખભાઇ નાડોદા સહિત આગેવાનોની ઉપસ્થિતી

ચિતલ,
અમરેલી જિલ્લામાં ચિતલ ગામે સૌ પ્રથમ પહેલ કરી જન સંગઠન ચિતલ જશવંતગઢ દ્વારા જાપાનીઝ મિયાવાકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તેમાં સહભાગી જિલ્લા અધિકારી શ્રી તેજસ પરમાર અને તાલુકા અધિકારી મિલનરાવ તેમજ નેચરોપેથી અને યોગા અધિક કલેકટર ડો.પી. એમ. ડોબરીયા તેમજ ફોરેસ્ટર બી.ટી. પરમાર તેમજ ગામના આગેવાનો શ્રી જયસુખભાઈ દેસાઈ, શ્રી વિજયભાઈ દેસાઈ અને સરપંચ શ્રી સુરેશભાઈ પાથર, શ્રીમનસુખભાઈ નાડોદા તેમજ રઘુભાઈ સરવૈયા અને વૃક્ષારોપણ કમિટીના મેમ્બર નિલેશભાઈ લિંબાસીયા, મહેશભાઈ બાબરીયા, ઉદયભાઈ સાવલીયાએ હાજર રહીને કાર્યક્રમને પ્રેરણાદાયક બનાવ્યો હતો.
આ પધ્ધતિમાં એક એક ફુટના અંતરે વૃક્ષો વાવવામાં આવે છે અને એ જ્યારે ઉગે ત્યારે ઘાટુ જંગલ બને છે ચિતલમાં નાગબાઇમાં ના મંદિર પાસે ખરાબાની જગ્યામાં આ અખતરો સરકાર અને જન સંગઠન બંનેએ મળીને કર્યો છે.