ચિતલમાં 500 લી.દેશીદારૂનો આથો ઝડપાયો

અમરેલી,
જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ દારૂ અને જુગારની બદી દુર કરવા અપાયેલ સુચના મુજબ ના.પો.અધિ જેપી ભંડારીના માર્ગદર્શન નીચે ઇન્ચાર્જ પીઆઇ પીવી સાંખટ દ્વારા જરૂરી ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચિતલ ગામે મોણપુર રોડે રહેતી સવીતાબેન જીતુભાઇ વાઘેલાના ઝુંપડા આગળ બાવળની કાટમાં સંતાડેલ દેશીદારૂનો આથો 500લી.પકડી પાડી સ્થળ પર તોડી ફોડી નાશ કરેલ.