ચિત્તલની સીમમાં જુગાર રમતા 9 ઝડપાયા

અમરેલી,
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્તલ ગામની સીમ વિસ્તારમાં ચિત્તલથી ઇંગોરાળા તરફ જવાના કાચા રસ્તે, દિનેશભાઇ છગનભાઇ દેસાઇની વાડી ખેતર પાસે જાહેર જગ્યામાં, લાઇટના અંજવાળે, કેટલાક ઇસમો પૈસા-પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે આજરોજ તા.16/09/2021 ની શરૂ રાત્રિના અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરીની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં, જાહેરમાં જુગાર રમતાં દિનેશભાઇ છગનભાઇ દેસાઇ, ઉં.વ.50, રહે.ચિત્તલ,કલ્પેશભાઇ અરજણભાઇ બાબરીયા, ઉં.વ.34, રહે.ચિત્તલ, ભાવેશભાઇ બાબુભાઇ પરમાર, ઉં.વ.38, રહે.ચિતલ,દીપકભાઇ ઇન્દુભાઇ વાળા, ઉં.વ.32, રહે.ચિતલ, રામજીભાઇ સવજીભાઇ તેરવાડીયા, ઉં.વ.40, રહે.ચિતલ, ચંદુભાઇ સુરાભાઇ ચાડમીયા, ઉં.વ.32, રહે.ચિતલ,ધીરૂભાઇ લાલજીભાઇ પટોળીયા, ઉં.વ.50, રહે.લુવારીયા,સુરેશભાઇ ગોવિંદભાઇ વાડદોરીયા, ઉં.વ.50, રહે.લુવારીયા, દિનેશભાઇ નરશીભાઇ ગોહીલ, ઉં.વ.44, રહે.ચિતલ, કુલ 9 શખ્સોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.પોલીસે રોકડા રૂ.81,200/- તથા મોબાઇલ ફોન નંગ-10, કિં.રૂા.36,500/- તથા ગંજીપત્તા નંગ-52, કિં.રૂ.00/00 મળી કુલ કિં.રૂ.1,17,700/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.