ચિત્રા નક્ષત્રમાં જન્મેલા જાતકો ખંતીલા, સામાજિક અને નિષ્ઠાવાન હોય છે

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) :  કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

આજરોજ રવિવારને જે નક્ષત્રના નામ પર થી આ માસનું નામ પડ્યું છે તે ચિત્રા નક્ષત્ર  સવાર બાજુ ચાલી રહ્યું છે જેના પરથી ચૈત્ર માસ નામ પડ્યું છે. ચિત્રા નક્ષત્રમાં જન્મેલા જાતકો ખંતીલા, સામાજિક અને નિષ્ઠાવાન હોય છે. તેમના ઉપરીની વાતનો ઇન્કાર નથી કરતા અને તે માટે તનતોડ મહેનત કરતા હોય છે. આજથી નેપ્ચ્યુન ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરે છે. નૅપ્ચ્યુન એટલે કે વરુણ બાહ્ય ગ્રહ્ છે. નેપચ્યુનને મીન રાશિનો માલિક ગણ્યો છે એના કેટલાક ગુણ શુક્રને મળતા આવે છે. અત્યારે જયારે નેપચ્યુન મીન રાશિમાં આવશે ત્યારે સ્વગૃહી જેવું પરિણામ આપશે પરંતુ તે જાતક ને એવી રીતે કોતરે છે જેથી પથ્થરમાં થી શિલ્પ બની શકે. નેપચ્યુનની આ બાબતને આપણે સારી નથી ગણતા કેમકે આપણે કઈ ગુમાવવાની વાત સ્વીકારી શકતા નથી. નેપચ્યુન ઘણું બધું જાતક પાસેથી છીનવી લે છે, જે જાતકને પરવડતું નથી પરંતુ નેપચ્યુન જે કઈ છીનવી લે છે એ બાબતને પથ્થરના કોતરાવાથી થતા શિલ્પ સમી સમજવી જોઈએ. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે નેપચ્યુન જયારે કઈ પણ લઇ લે છે ત્યારે જાતક ઘણા પાઠ શીખે છે અને તેનું મંજાયેલું વ્યક્તિત્વ બહાર આવતું જોવા મળે છે. વરુણ દેવ જાતકને એવા જળથી સ્નાન કરાવે છે કે જેથી જાતકમાં શુદ્ધિ આવે છે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી