ચીતલના રેલ્વે સ્ટેશન પર બ્રોડગેજની કામગીરીનો પ્રારંભ

અમરેલી,
અગાઉના જમાનામાં કોલસાથી ચાલતી ટ્રેનો દોડાવામાં આવતી હતી. જે ટ્રેનો બાબાગાડીની ગતીએ દોડતી હોવાના કારણે એક ગામથી બીજે ગામે જવા માટે ખાસો એવો સમય ટ્રેનમાં લાગતો હતો. જેના કારણે તે સમયે મુસાફરો ઝડપી મુસાફરી કરવા માટે ટ્રેનના બદલે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનું વધ્ાુ પસંદ કરતા હતા. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ રેલ્વેમાં પણ આધ્ાુનિકરણ આવવા લાગ્યું. જેમાં અગાઉ ટ્રેનમાં સ્ટીમ એન્જીન (કોલસાથી દોડતા એન્જીન)નો ઉપયોગ કરવાના બદલે ડીઝલ આધારીત એન્જીનો પાટા ઉપર દોડવા લાગ્યા. સાથો સાથ મીટરગેજના પાટાની જગ્યાએ બ્રોડગેજના પાટાઓએ સ્થાન લીધ્ાુ. જેના કારણે ટ્રેનની સ્પીડમાં (ઝડપમાં ) વધારો થવા લાગ્યો. દરમિયાન જેતલસરથી ચિતલ વચ્ચે બ્રોડગેજના પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ચિતલ રેલ્વે સ્ટેશન ઉપર બ્રોડગેજના પાટા બીછાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત રેલ્વે તંત્ર દ્વારા જે જગ્યા એ માટી કામ તથા નાના-મોટા પુલ બનાવવાનીકામગીરી પુર્ણ થઈચુકી છે.ત્યા બ્રોડગેજના પાટા પાથરવાનું શરૂ કરી દેવામા આવ્યુ છે.જેમાં અત્યાર સુધીમા 25 કી.મીના પાટાઓ પાથરી દેવામાં આવ્યા છે.જેતલસરથી ઢસા વચ્ચે 104 કી.મીની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે. જેમાં નદી,નાળા ઉપર આવતા બ્રીજને મોટા કરવાની કામગીરી પુર્ણ થઈ ગય છે.સાથો સાથ રેલ્વે સ્ટેશનના પ્લેટર્ફોમને ઉંચા કરવાની કામગીરી પુર્ણ થવાની તૈયારીમાં છે.જે રેલ્વે સ્ટેશનો પર ઉપરોક્ત તમામ કામગીરી પુર્ણ થઈ ચુકી છે.તેવા સ્ટેશનો પર પાટા બીચાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.જેમા હાલમાં ચિત્તલ રેલ્વે સ્ટેશન પર આ કામગીરી ચાલી રહી છે.જ્યારે લાઠી સ્ટેશન પર આ કામગીરી પુર્ણ થવાની તૈયારીમાં છે.તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યુ હતુ.આ ઉપરાંત ઢસા જેતલસર વચ્ચે ઈલેક્ટ્રીક લાઈન નાખવા માટે દિલ્હી ખાતે આવેલ રેલ્વે બોર્ડને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે.