ચીનના ઉઇગર મુસ્લિમોના જનસંહાર માટે દોષિતોના મતદાનથી સંસદમાં કેનેડા પીએમ દૂર રહૃાા

ભારતમાં ખેડૂતોના મુદ્દા પર વણમાંગી સલાહ આપનાર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની ચીન સામે બોલતી બંધ થઇ ગઇ. કેનેડાના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ કોમન્સમાં ચીનને પશ્ર્ચિમી શિનજિયાંગ પ્રાંતમાં ૧૦ લાખથી વધુ ઉઇગર મુસ્લિમોના જનસંહાર માટે દોષિત જાહેર કરવા મતદાન થયું પરંતુ કેનેડિયન પીએમ અને તેમની કેબિનેટના સભ્ય તેમાં સામેલ થયા નહોતા.

નીચલા ગૃહમાં રજૂ થયેલા પ્રસ્તાવના સમર્થનમાં સોમવારના રોજ ૨૬૬ વોટ પડ્યા અને એક પણ મત તેની વિરૂદ્ધ પડ્યો નહીં પરંતુ ટ્રુડો અને તેમની કેબિનેટે આ મતદાનમાં ભાગ લીધો નહોતો. આ પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને ૨૦૨૨ના વિન્ટર ઓલિમ્પિકના આયોજનને બેઇજીંગમાંથી હટાવવા આહ્વાન કર્યું છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહૃાું કે કેનેડાના વિદેશ મંત્રી આ મુદ્દા પર સરકારનો પક્ષ સ્પષ્ટ કરશે.

અધિકારીએ કહૃાું કે સંસદમાં જાહેરાતો કરવાથી ચીનમાં પૂરતું પરિણામ નીકળવાનું નથી અને તેના માટે આંતરરાષ્ટ્રીય સહયોગીઓ અને ભાગીદારોની સાથે કામ કરવાની જરૂર છે. મુખ્ય વિપક્ષી દળોએ આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. નીચલા ગૃહમાં વિપક્ષી દળોની સીટો વધુ છે. ટ્રુડોની કેબિનેટમાં તેમને ગણીને ૩૭ ‘લિબરલ સાંસદ છે. નીચલા ગૃહમાં ટ્રુડોની લિબરલ પાર્ટીના ૧૫૪ સાંસદ છે.

વિપક્ષી કંઝર્વેટિવ પાર્ટીના નેતા અરિન ઓ ટુલે કહૃાું કે ચીની શાસનને સંદેશ મોકલવો જરૂરી છે. આ મતદાન ઉઇગુર મુસ્લિમો અને અન્ય અલ્પસંખ્યકો પર અત્યાચાર માટે ચીનને જવાબદાર ગણવાના તાજેતરના પ્રયાસ છે. જો કે ચીન આ આરોપોનું ખંડન કરતું રહૃાું છે. તેમણે ભારપૂર્વક કહૃાું કે આતંકવાદના વિરૂદ્ધ લડાઇ અને અલગતાવાદી આંદોલનની વિરૂદ્ધ આ પગલું ઉઠાવામાં આવ્યું.