ચીનના રાષ્ટ્રપતિ જિનિંપગના શરીરમાં રાજકીય હાડકાનો અભાવ છે: બિડેન

  • જિનિંપગ નિષ્ઠૂર વ્યક્તિ છે, તેનામાં લોકશાહીની સમજ નથી

 

 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનએ કહૃાું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગના શરીરમાં રાજકીય ‘હાડકાંનો અભાવ છે. જો કે બાઇડેને એમ પણ કહૃાું કે બંને દેશ વિવાદથી બચી શકે છે. બાઇડેને અમેરિકા-ચીન નીતિને રિસેટ કરવાના સંકેત પણ આપ્યા.

સીબીએસની સાથે ઇન્ટરવ્યુમાં બાઇડેને જિનિંપગને લઇ કહૃાું કે તેઓ ખૂબ જ તેજ છે. ખૂબ જ કડક પણ. હું તેમની આલોચના કરી રહૃાો નથી પરંતુ હકીકત છે કે તેમના શરીરમાં રાજકીય હાડકાં નથી. પરંતુ વાત એ છે કે મેં કહૃાું કે અમારે વિવાદોમાં પડવું નથી.

અમેરિકા-ચીનની વચ્ચે વેપાર અને અન્ય નીતિઓને લઇ બાઇડેને કહૃાું કે તગડી કોમ્પિટિશન થવા જઇ રહી છે. પરંતુ હું તેને એવી રીતે નહીં કરું જેમકે તેઓ (જિનિંપગ) જાણે છે. હું તને એ રીતે નહીં કરું જેવું ટ્રમ્પે કર્યું હતું. અમે આંતરરાષ્ટ્રીય નિયમો પર ફોકસ કરવા જઇ રહૃાા છીએ.

બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપ રાષ્ટ્રપતિ તરીકે બાઇડેન શી જિનિંપગને કેટલીય વખત મળી ચૂકયા છે. પરંતુ તેમને એમ પૂછવામાં આવ્યું કે અત્યાર સુધીમાં તેમણે જિનિંપગને ફોન કર્યો કે નહીં, બાઇડેને કહૃાું કે એવો કોઇ મોકો આવ્યો નથી. તેમની સાથે વાત નહીં કરવાનું હાલ કોઇ કારણ નથી.

બાઇડેને કહૃાું કે તેઓ જિનિંપગને સારી રીતે ઓળખે છે કારણ કે તેમણે ૨૪ થી ૨૫ કલાક તેમની સાથે પ્રાઇવેટ મીટિંગ કરી છે. બાઇડેને કહૃાું કે તેમણે જિનિંપગની સાથે ૨૭૦૦૦ કિલોમીટરનો પ્રવાસ પણ કર્યો છે. આપને જણાવી દઇએ કે બાઇડેન સરકાર ચીનની સાથે સંબંધોને શ્રેષ્ઠ કરવાની કોશિષ કરી રહૃાું છે અને આ કડીમાં બાઇડેને આ વાતો કહી છે. આની પહેલાં ટ્રમ્પના કાર્યકાળમાં બંને દેશોના સંબંધો ખૂબ ખરાબ થઇ ગયા હતા.