ચીનના વળતા પાણી: અમેરિકાએ ૪૫ દિવસ સુધી ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો

  • ટિકટોક દ્વારા ચીનને જાસૂસીની તક મળે છે: ટ્રમ્પ
  • ટ્રમ્પે  ટિકટોટ-વીચેટ પર પ્રતિબંધ મૂકનારા આદેશ પર હસ્તાક્ષર કર્યા

અમેરિકી સેનેટે સરકારી ઉપકરણો પર ટિકટોકના ઉપયોગ પર રોક લગાવી દીધી. સેનેટે સરકારી ઉપકરણોમાં ટિકટોકના ઉપયોગ પર રોક લગાવવા માટે મતદૃાન કર્યું હતું. વ્હાઈટહાઉસે કહૃાું કે સુરક્ષાને જોતા ટિકટોક મોટું જોખમ છે આથી આવું પગલું લેવું જરૂરી છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને અમેરિકી કંપનીઓને ચાઈનીઝ એપ ટિકટોક અને વીચેટના માલિકોની સાથે કોઈ પણ પ્રકારની ’લેવડદેવડ’ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે ૪૫ દિવસનો સમય અપાયો છે.
ટ્રમ્પે કહૃાું કે ચાઈનીઝ એપ રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને ઈકોનોમી માટે જોખમ છે. આ સમયે ખાસ કરીને ટિકટોક પર કાર્યવાહીને લઈને આદેશ બહાર પડાયો છે. ટિકટોક ઓટોમેટિકલી યૂઝરની જાણકારી મેળવી લે છે.
સરકારી કર્મચારીઓને આપવામાં આવેલા ટિકટોકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ નિર્ણય માટે સર્વસંમતિથી મતદૃાન કરવામાં આવ્યું છે. આ એપને લીને સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાને ધ્યાનમાં રાખીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત તેમનું તંત્ર અને તમામ પ્રતિનિધિની નારાજગી પણ સામે આવી છે.
ઉલ્લેખીય છે કે એપનું સંચાલન કરનારી ચીની કંપની બાઈટડાન્સને થોડા દિૃવસો પહેલાં રાષ્ટ્રપતિએ અમેરિકામાં પોતાનો કારોબાર વેચવા કહૃાું હતું. આ સાથે જ તેને માટે ૧૫ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિએ ગુરુવારે સાંજે ચીની એપ ટિકટોક અને વીચેટને ૪૫ દિૃવસની અંદર બેન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ અગાઉ સેનેટે એકમતથી અમેરિકી કર્મચારીઓના ટિકટોક નહીં વાપરવાના આદેશ પર પોતાની મંજૂરી આપી હતી. પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદૃ ટ્રમ્પે કહૃાું કે આ પ્રતિબંધ જરૂરી છે કારણ કે અવિશ્ર્વાસુ એપ જેવી ટિકટોકથી ડેટા ભેગો થવોએ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ છે.
આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ચીનની કંપની બાઈટડાન્સ જો tiktok અમેરિકામાં કોઈ કંપનીને વેચી શકે છે, તો આ પ્રતિબંધ હટાવાઈ શકે છે. જો બાઈટ ડાન્સ મેનેજમેન્ટને પોતાની કંપની કે તેની સાથે સંકળાયેલી અન્ય કંપનીઓને વેચવાનું મન છે, તો તેઓ આદેશના સેક્શન ૧ (c) અંતર્હત અમેરિકાના સેક્રેરટરી ઓફ કૉમર્સને મળે.