ચીનના સૌથી ધનિક વ્યક્તિને પછાડી મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

  • ફોર્બ્સની ટોપ-૧૦ ધનિકની યાદીમાં અંબાણી ફરી ૯મા ક્રમે પહોંચ્યા

 

થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી, તેમને ચીનના ઝોંગ શાનશાને પાછળ ધકેલી દીધા છે.જો કે ફરી એકવાર મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. રીઅલ-ટાઇમ બિલિનર્સની યાદી મુજબ, મુકેશ અંબાણીએ ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ જીત્યો છે.

ફોર્બ્સની દુનિયાના ટોપ -૧૦ ધનિકની યાદીમાંથી બહાર રહેલા મુકેશ અંબાણી ફરી ૯મા ક્રમે પહોંચ્યા છે. જ્યારે ચીનના ઝોંગ શાનશાન ૧૪માં સ્થાને આવી ગયા છે. ફોર્બ્સ રીઅલ-ટાઇમ અબજોપતિ રેક્રિન્ગ દૈનિક જાહેર હોલ્ડિંગ્સના વધઘટ વિશેની માહિતી પ્રદાન કરે છે. વિશ્ર્વના વિવિધ ભાગોમાં શેર સૂચકાંક ખોલ્યા પછી દર ૫ મિનિટમાં આ અનુક્રમણિકા અપડેટ કરવામાં આવે છે. બીજી બાજુ, જે લોકોની સંપત્તિ ખાનગી કંપની સાથે સંકળાયેલ છે, તેમની દિવસમાં એકવાર નેટવર્થ અપડેટ થાય છે.

બ્લૂમબર્ગ બિલિઅનર્સ ઈન્ડેક્સ અનુસાર ૨૦૨૦માં ઝોંગ શાનશાનની સંપત્તિમાં ૭ અબજ ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક અનુસાર વધુ નોંગફુ નોનગફુ અને વેન્ટાઇ જેવી કંપનીના માલિક ઝોંગ શાનશાન ૭૭.૮ અરબ ડૉલરની સંપત્તિ સાથે એશિયાના ધનાઢ્યની યાદીમાં પ્રથમ ક્રમે પહોંચ્યા હતા.

મુકેશ અંબાણી ૭૬.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને આવી ગયા હતા. ચીનની બહાર ભાગ્યે જ કોઈ ૬૬ વર્ષીય ઝોંગ શાનશાને જાણે છે. તેણે એપ્રિલમાં રસી બનાવતી કંપની બેઇિંજગ વોંટે બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઇઝની Beijing Wantai Biological Pharmacy Enterprise Co. રચના કરી. થોડા મહિના પછી તેની કંપની Nongfu Spring Co. હોંગકોંગમાં શાનગાર લિસ્ટેડ કંપની છે જે બોટલમાં ભરેલા પાણીનું ઉત્પાદન કરે છે.

લિસ્ટેડ થયા પછી શરૂઆતથી, કંપનીનો શેર ૧૫૫ ટકા વધી ગયો હતો. આ જ રીતે Wantai ના શેર ૨૦૦૦ ટકાથી વધુ વધ્યો છે. જે ઇતિહાસમાં સૌથી ઝડપી સંપત્તિ કમાનારાઓની યાદીમાં મોખરે છે.