ચીનની કોઇપણ કાર્યવાહીનો જવાબ આપવા સેના તૈયાર: રાજનાથસિંહ

  • ભારત-ચીન સરહદની પરિસ્થિતિ વિશે રક્ષામંત્રીએ રાજ્યસભામાં માહિતી આપી
  • ચીનને ભારત તેની જ ભાષામાં જવાબ આપશે, ચીને લદાખમાં ૩૫ હજાર વર્ગ કિમીના ભાગ પર કબજો કરી રાખ્યો છે, સરહદ પર તણાવની અસર દ્વિપક્ષીય સંબંધો પર થશે, ચીનની કથની અને કરણીમાં ફરક
  • ચીનને જવાબ આપવા લદ્દાખ મોરચે સેના સજ્જ, દેશનુ માથુ નહીં ઝુકવા દઈએ

રક્ષામંત્રી રાજનાથિંસહે ભારત-ચીન સરહદ પરની પરિસ્થિતિ વિશે રાજ્યસભાને માહિતી આપી. તેમણે ગુરુવારે કહૃાું કે ચીને લદાખમાં ૩૮,૦૦૦ વર્ગ કિલોમીટર જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે. રાજનાથિંસહે સ્પષ્ટતા કરી હતી કે ચીન સાથેના સંબંધો વધારી શકાય છે અને સરહદ વિવાદ પર પણ એક સાથે ચર્ચા થઈ શકે છે પરંતુ સરહદ પરના તણાવથી સંબંધોને અસર પડશે. સિંહે કહૃાું કે ચીનની ગતિવિધિઓ પરથી સ્પષ્ટ થાય છે કે તેમની કથની અને કરણી વચ્ચે તફાવત છે. તેમણે કહૃાું કે આનો પુરાવો એ છે કે વાતચીત છતાં ચીનની તરફથી ૨૯-૩૦ ઓગસ્ટના રોજ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હતી. ચીનને આપી ચેતવણી આપાત કહૃાું કે ગમે તેટલું મોટું પગલું કેમ ના ભરવું પડે અમે ભરીશું.

રક્ષામંત્રીએ ચીન-પાકિસ્તાન બાઉન્ડ્રી એગ્રીમેન્ટનો હવાલો આપતા તેના અંતર્ગત પાકિસ્તાને ગેરકાયદેસર રીતે ૫,૧૮૦ વર્ગ કિલોમીટર ભારતીય જમીન ચીનને આપી હતી. સિંહે કહૃાું કે ચીન પણ અરુણાચલ પ્રદેશમાં ૯૦ હજાર વર્ગ કિલોમીટર જમીન પર દાવો કરે છે. તેમણે કહૃાું કે સરહદ પર અગાઉ પણ તણાવ રહૃાો છે અને એલએસીને લઇ બંને દેશોના મત અલગ-અલગ છે. મે મહિનામાં ચીને ગલવાનમાં ભારતીય સૈનિકોના પેટ્રોિંલગને રોકી દીધું હતું. ભારતીય સૈનિકોએ ૧૫ જૂના રોજ ગલવાનમાં પીએલએને જોરદાર જવાબ આપ્યો. આ બધી ઘટનાઓ દરમ્યાન સૈનિકોએ ત્યાં સંયમ દેખાડ્યો હતો અને જ્યાં બહાદુરીની જરૂર હતી ત્યાં બહાદુરી પણ દેખાડી.
રાજનાથે કહૃાું કે ચીને જે કર્યું તે દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન છે. તેમણે કહૃાું કે ચીને સરહદ પર સૈન્યને એકત્રિત કર્યું જે ૧૯૯૩ અને ૧૯૯૬માં થયેલા કરારની વિરુદ્ધ છે. સરહદી વિસ્તારોમાં શાંતિ માટે વાસ્તવિક નિયંત્રણ લાઇનનું સન્માન જરૂરી છે. આપણી સેના કરારોનું સંપૂર્ણ પાલન કરે છે પરંતુ ચીનની તરફથી આમ થતું નથી. આપણે તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માંગીએ છીએ.
રક્ષામંત્રીએ રાજ્યસભાથી ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે કહૃાું હતું કે ભારત વાતચીતની તરફેણમાં છે પરંતુ ઝૂકનારાઓમાંથી નથી. સિંહે કહૃાું કે ચીને ભારે સૈન્ય તૈનાત કરી દીધું છે અને સરહદ પર દારૂગોળો એકત્રિત કર્યો છે. ભારતીય સેનાએ પણ કાઉન્ટર ડિપ્લોમેન્ટસ તૈનાત કર્યા છે. તેમણે ચીનને ચેતવણી આપી હતી કે ભારતની સુરક્ષા માટે જે પણ સખત પગલા ઉઠાવા પડશે તે આપણે ઉઠાવવા તૈયાર છીએ.
હાલની પરિસ્થિતિ વિશે માહિતી આપતાં સિંહે કહૃાું કે આ વર્ષે મોટી સંખ્યામાં જવાનો ઇન્વોલ્વ છે. અનેક જગ્યાએ તણાવની સ્થિતિ છે. તેમણે કહૃાું કે આપણે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે કટિબદ્ધ છીએ પરંતુ તે જ સમયે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર પણ છીએ. તેમણે કહૃાું કે સંવેદનશીલ ઓપરેશનના મુદ્દા છે તેના અંગે હું જાહેરમાં માહિતી આપી શકું તેમ નથી.