જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દૃુલ્લાએ રવિવારે જણાવ્યું છે કે ચીનના સમર્થનથી જમ્મુ-કાશ્મીરમાંથી ફરીથી અનુચ્છેદ ૩૭૦ને લાગુ કરવામાં આવશે તેવી તેમને આશા છે. ફારુક અબ્દૃુલ્લાએ જણાવ્યું કે અનુચ્છેદ ૩૭૦ અને અનુચ્છેદ ૩૫ એને પુન: લાગુ કરવા તેમજ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ફારુક અબ્દૃુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ પૂર્વેની સ્થિતિ બહાલ કરવાની માંગ કરી હતી. ફારુક અબ્દૃુલ્લાના મતે કાશ્મીરમાં જે સ્થિતિ છે, તેના પર બોલવા માટે સંસદમાં સમય માંગ્યો પરંતુ અમને સમય અપાયો નહીં. દૃેશની પ્રજાને ખ્યાલ આવે કે હકીકતમાં લોકો કેવી સ્થિતિમાં રહી રહૃાા છે?શું તેઓ દૃેશના બાકીના રાજ્યોની સાથે આગળ વિકાસ કરી શક્યા છે કે વંચિત રહી ગયા છે?
સંસદ સત્ર દરમિયાન ફારુક અબ્દૃુલ્લાએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હજી પણ સ્થિતિ સુધરી નથી. દૃેશના અન્ય ભાગમાં ૪જી ઈન્ટરનેટનો લોકો ઉપયોગ કરી રહૃાા છે, ૫જી તરફ આગળ વધી રહૃાા છે. જ્યારે કાશ્મીરમાં હજુ પણ લોકો ૨જીથી કામ ચલાવી રહૃાા છે. યુવાનો આ પરિસ્થિતિમાં કેવી રીતે આગળ વધશે. અમે અહીંની સ્થિતિથી દૃેશને વાકેફ કરવા ઈચ્છીએ છે. અન્ય ભાગમાં જે સુવિધા મળે છે તે અહીં શા માટે નથી મળી રહી.
ફારુક અબ્દૃુલ્લાના મતે કેન્દ્ર સરકારની કથની અને કરણીમાં જમીન આસમાનનું અંતર છે. ગરીબી ખૂબ વધી ગઈ છે. તેમની પાસે યુવાનો માટે રોજગાર નથી. તેમણે કહૃાું કે એક દિવસ મોટું તોફાન આવશે અને તેને રોકી શકાશે નહીં. ફારુક અબ્દૃુલ્લાએ લોકસભામાં કહૃાું કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ. જે પ્રકારે ચીન સાથે વાતચીતનો પ્રયાસ કરાઈ રહૃાો છે તે જ રીતે પાકિસ્તાન સાથે ગૂંચવાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.