ચીનની સરકારે અલીબાબાના માલિક જેક-માને સમન્ય બજાવ્યું

ચીનની અગ્રણી ઇ-કોર્મર્સ કંપની અલીબાબના માલિક જેક-મા હાલ દુનિયાનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ લાવવાની તૈયારી રહી રહૃાા છે તે અણીના સમયે જ ચીનના સરકારી નિયામક વિભાગે તેમને સમન્સ ફટકાર્યો છે. ચીનના નિયામકે ઇ-કોમર્સ અલીબાબાના માલિક જેક-મા અને તેના ઉચ્ચ અધિકારીઓને ગત સોમવારે સમન્સ બજાવ્યુ છે. તેમના કોર્પોરેટ ગ્રૂપની પેટાકંપની એન્ટ ગ્રૂપ દુનિયાનો સૌથી મોટો ૩૯.૭ અબજ ડોલરનો પબ્લિક ઇશ્યૂ લાવવા રહી છે તેના થોડાંક દિવસ પહેલા ચીનના નિયામકે સમન્સ મોકલ્યુ છે.

સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સના સત્તાવાર નિવેદનનો હવાલો આપતા સોમવારે કહૃાુ કે, પીપલ્સ બેક્ધ ઓફ ચાઇના અને અન્ય વિભાગોએ જેક-મા યૂન અને એન્ટ ગ્રૂપના અન્ય અધિકારીઓને નિયમનને લઇને વાતચિત માટે બોલાવ્યા છે. હાલ આ અંગે વિસ્તૃત માહિતી મળી નથી.

પીપલ્સ બેક્ધ ઓફ ચાઇનાની આગેવાનીમાં ચીનની ચાર નિયામકીય સંસ્થાઓએ એન્ટ ગ્રૂપના ઉચ્ચ અધિકારીઓની સાથે વાતચિત કરી છે. આ ફિનટેક કંપની ટૂંક સમયમાં શાંઘાઇ અને હોંગકોંગના શેરબજારોમાં લિસ્ટિંગ થવા જઇ રહી છે. એન્ટ ગ્રૂપનો આઇપીઓ દુનિયાનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ હોવાનો કહેવાય છે.