ચીનની સાથે મળી પાકિસ્તાન ભારત વિરૂદ્ધ કાવતરુ ઘડી રહૃાું છે: સીડીએસ

 • પાકિસ્તાનને તેનું દૃુ:સાહસ ભારે પડશે: રાવતની ચિમકી
 • ભારત પર બે પાંખિયો હુમલો થઇ શકે છે, ચીનની આક્રમક્તાનો જવાબ આપવા ભારતીય સેના સક્ષમ

  આપણને અત્યારે સહેજ પણ ગાફેલ રહેવું પાલવે તેમ નથી. બંને પાડોશી ચીન અને પાકિસ્તાન આપણા પર બે પાંખિયો હુમલો કરવાની સાજિશ રચી રહૃાાં હતાં એવું ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહૃાું હતું. જો કે તેમણે તરત ઉમેર્યું હતું કે ભારતીય લશ્કર આવી કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હતું.
  યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ કોક્ધ્લેવને સંબોધતાં જનરલ રાવતે કહૃાું કે ચીન અને પાકિસ્તાન બંને લશ્કરી મોરચે, આર્થિક મોરચે તેમજ કૂટનીતિ મોરચે સાજિશ રચી રહૃાા હોવાની પાક્કી માહિતી ભારતીય લશ્કરના ગુપ્તચર વિભાગને મળી હતી. પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ચીન પાકિસ્તાન સાથે મળીને ખીચડી પકાવી રહૃાું હતું. ભારતની પૂર્વ સરહદૃે એક છમકલું સુદ્ધાં થાય તો તેનો લાભ લેવા પાકિસ્તાન થનગની રહૃાું હતું.
  જનરલ રાવતે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે ભારતની ઉત્તર તરફની સરહદૃે તેમજ પશ્ર્ચિમ તરફની સરહદૃે ગમે ત્યારે ખતરો પેદા થઇ શકે છે. એ માટે ભારતે સતત સાબદા રહેવું પડશે.
  તેમણે કહૃાું કે ભારતીય લશ્કર પણ આ બે મોરચે લડવાની તૈયારી કરી રહૃાું હતું. પ્રાથમિક મોરચે લડવાની તૈયારી આપણે પૂરી કરી લીધી હતી. પાકિસ્તાન અત્યારની નાજુક પરિસ્થિતિનો કોઇ ગેરલાભ ન ઊઠાવે એ માટે પણ આપણે સાબદા છીએ. ચીને લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર પોતાના લશ્કરને મદદરૂપ થવા માટે મિલિશિયા સ્ક્વોડને તહેનાત કર્યું હતું.
  દરમિયાન, ચીની સંરક્ષણ પ્રધાને મોસ્કોમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંઘને એવો સંદૃેશો મોકલ્યો હતો કે મારે તમને મળવું છે માટે થોડો સમય ફાળવો.