ચીનમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ વધતા શહેરમાં લોકડાઉન

ઝિયામેન પ્રાંતના દરિયાઈ શહેરના રહેવાસીઓને કોઈપણ મહત્ત્વના કારણસર શહેરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. શહેરમાં કોરોના વાઇરસના ડઝનેક કેસો પ્રકાશમાં આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ શહેર ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હબ છે. અહીં એબીબી અને સ્નાઇડર ઇલેક્ટ્રિક જેવી કંપનીઓના પ્લાન્ટ છે. નેશનલ હેલ્થ ટીમના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેઓને વર્તમાન રોગચાળામાં અનેકગણો વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. વર્તમાન ફેલાવાના મુખ્ય કેન્દ્ર પુટિયાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અત્યંત આકરી અને જટિલ સ્થિતિ છે. રહેણાક કમ્પાઉન્ડો, ફેક્ટરીઓ અને સ્કૂલોમાં વધારે કેસો જોવા મળે તેવી સંભાવના છે. ઓગસ્ટ પછી પુટિયાન શહેરને ૩૦ હજાર લોકો છોડી ગયા છે. તેની બહાર બીજા કોઈ કેસ જોવા મળ્યા નથી.  ઝિયામેન પ્રાંતમાં બધા કિંડરગાર્ડન, પ્રાઇમરી અને મિડલ સ્કૂલ બંધ કરી દેવાઈ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસ માટે કહેવાયું છે. શહેરની લાંબા અંતરની બસો બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બીજા પ્રાંતોને જોડતી બસ પણ બંધ કરી દેવામાં આવી છે. સામૂહિક પરીક્ષણ શરૂ થઈ ગયા છે. ચીનના કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયન્ટના ડઝનેક કેસો આવતા દક્ષિણપૂર્વી પ્રાંતના ૪૫ લાખની વસતી ધરાવતા શહેર ફુજિયામાં સંપૂર્ણપણે લોકડાઉન લાદવામાં આવ્યું છે. કોરોનાના રોગચાળાને રોકવા માટે અને કોવિડ-૧૯ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા આ લોકડાઉન લાદવામાં આવ્યું છે. બધા રહેણાક કમ્પાઉન્ડો અને ગામડા બંધ કરી દેવાયા છે. આ ઉપરાંત સિનેમા, બાર, જિમ અને લાઇબ્રેરી જેવી નવરાશની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફુજિયાન શહેરની સાથે ચીનમાં હવે ત્રણ શહેરોમાં કોરોનાના ૧૦૩ કેસ થયા છે. સ્થાનિક સ્કુલના બે બાળકોના દૈનિક પરીક્ષણ દરમિયાન તે કોરોનાગ્રસ્ત હોવાનું માલૂમ પડયું હતું.  આ ઉપરાંત ઓગસ્ટમા વિદેશથી પરત આવેલા તેમના પિતા પણ ચેપગ્રસ્ત થયા હતા. ચીન વુહાનમાં ફેલાયેલા વાઇરસની લડતમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યાને માંડ મહિનો થયો છે ત્યારે કોરોનાનું આ બીજું મોજું આવ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી પગલાં લીધા હતા અને આમ છતાં અત્યંત ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયન્ટનો ફેલાવો રોકવા માટે તેઓએ અત્યંત સંઘર્ષ કરવો પડી રહૃાો છે. આના લીધે ચીન હાલમાં કોવિડ ઝીરો સ્ટેટસને જાળવવા માટે સંઘર્ષ કરી રહૃાું છે.