ચીનમાં દૃેશ છોડીને ભાગી રહેલા નાગરિકોને રોકવા મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી

ચીન અત્યાર સુધીમાં કોરોનાના સૌથી મોટી વેવનો સામનો કરી રહૃાું છે. હોસ્પિટલોમાં દર્દૃીઓ માટે જગ્યા બચી નથી, સ્મશાનની બહાર ગાડીઓની લાંબી કતારો લાગી ગઈ છે. આવા વાતાવરણથી લોકો ડરી ગયા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો દૃેશ છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહૃાા છે. તાજેતરનો કેસ યુનાન પ્રાંતમાં જોવા મળ્યો હતો. આ એક એવો પ્રાંત છે, જેની સરહદ ત્રણ દૃેશોને સ્પર્શે છે. ઝીરો કોવિડ નીતિના અમલ પછી, આ પ્રાંતની સરહદ સુરક્ષા કડક કરવામાં આવી છે, ખાસ કરીને રુઇલી શહેરમાં, મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે તે મ્યાનમાર સરહદને અડીને આવેલું શહેર છે. સરહદ પાર કરતા લોકો પર નજર રાખવા માટે કેમેરા, એલાર્મ, મોશન સેન્સર અને ઇલેક્ટ્રિફાઇડ વાડ લગાવવામાં આવી છે. ૨૦૨૦ માં, ચીને તેના વધતા કોવિડ કેસોને સમાવવાની આડમાં તેની દક્ષિણ સરહદ નજીક એક ઇલેક્ટ્રિફાઇડ વાડ બનાવવાનું શરૂ કર્યું છે. આ વિસ્તાર લાઓસ, વિયેતનામ અને મ્યાનમારને અડીને આવેલો છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીસીપી)એ પહેલા તેને અસ્થાયી ફેન્સીંગ ગણાવ્યું હતું, પરંતુ હવે અહીં સુરક્ષા માળખામાં મોટા પાયે ફેરફાર જોવા મળી રહૃાો છે. યુનાન પ્રાંતને આવરી લેતા કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (સીસીપી) દ્વારા સ્થાપિત બોર્ડર એપિડેમિક પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ નવી બનેલી વાડ સાથે સુરક્ષા વધારવામાં મોખરે છે. જેમ બર્લિને સરહદૃે દીવાલ બનાવી છે તેમ ચીને પણ ઔપચારિક પરામર્શ વિના ૩,૦૦૦ માઈલની વાડ બનાવી છે. ૨૦૨૧ માં, એક વિયેતનામીસ ટ્રાવેલ બ્લોગરે યુટ્યુબ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં સ્પષ્ટ દૃેખાય છે કે ચીન-વિયેતનામ સરહદ વિસ્તારને વાડથી ઢાંકી દૃેવામાં આવ્યો છે. આ સિવાય ચીને ત્યાં એક મોનિટરિંગ પોસ્ટ પણ બનાવી છે. આ સિવાય ત્યાં સર્વેલન્સ કેમેરા અને સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. તે જ સમયે, ચીને સરહદ પાર કરનારાઓને પકડવા માટે હજારો સરહદ પેટ્રોલિંગ એજન્ટો તૈનાત કર્યા છે. સરહદ પાર કરનારાઓને તે પકડીને જાહેરમાં શરમાવે છે.