ચીનમાં સસલાઓ-ઉંદરોની પ્રજાતિમાંથી કોરોના વાયરસ ફેલાયો

  • વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાંતોનું નિવેદન

 

વિશ્વ આરોગ્ય સંસ્થાનાં નિષ્ણાતોનું કહેવું છે કે તેમની તપાસમાં એ બાબતનો ખુલાસો થયો કે વુહાનમાં વેચાતા સસલાઓ અને ઉંદરોની પ્રજાતિનાં કેટલાક અન્ય જીવો દ્વારા તે માણસોમાં ફેલાયો હતો, વોલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટમાં નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સમગ્ર દુનિયામાં આ જીવો દ્વારા કોરોના ફેલાયો છે, અત્રે ઉલ્લેખનિય છે કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ટીમે લાંબા સમયથી કોરોનાનાં કેન્દ્ર અંગે  જાણવામાં લાગી છે, તે ઉપરાંત એ શોધવાનાં પણ જોવાનાં પ્રયાસો કરવામાં આવી રહૃાા છે કે આખરે તે પેદા કઇ રીતે થયો અને કઇ રીતે સમગ્ર દુનિયામાં ફેલાઇ ગયો.

જો કે નિષ્ણાતોનું કહેવું છે કે હાલ વુહાનનાં એનિમલ માર્કેટમાં આ જીવોની સપ્લાયની તપાસ કરવાની જરૂર છે, તેમનું કહેવું છે કે આખરે માર્કેટમાં કાયદેસર કે ગેર કાયદેસર રીતે જીવતા કે મૃત પ્રાણીઓને વેચવામાં આવી રહૃાા હતા, જો કે નિષ્ણાતોનું કહેવું છે કે યુરોપમાં કેસ નોંધાયા બાદ ચીને મોટા પ્રમાણમાં ટેસ્ટીગ કર્યું હતું, ગત સપ્તાહે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનાં નિષ્ણાતોની ટીમ ચીનથી પરત ફરી છે, ચીનનાં પ્રવાસથી પરત ફર્યા બાદ નિષ્ણાતોની ટીમે જણાવ્યું હતું કે લેબમાંથી વાયરસ ફેલાવાની વાત માની શકાય નહીં.

જો કે વુહનનાં એનિમલ માર્કેટમાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાની વાત પણ સ્પષ્ટ નથી, એટલું જ નહીં શરૂઆતનાં રિપોર્ટમાં ચામાચિડીયા દ્વારા કોરોના ફેલાયો હોવાની વાત કહેવામાં આવી હતી, પરંતું નિષ્ણાતોનું કહેવું છે કે આ બાબતનાં સંકેત મળ્યા નથી, જો કે એ જરૂર કહેવું જોઇએ કે કોઇ પ્રાણી દ્વારા ચામાચિડીયામાં કોરોના ફેલાયો હતો અને પછી માણસો સુધી પહોંચ્યો, નોંધનિય છે કે ભારતમાં કોરોના વાયરસ વિરૂધ્ધ યુધ્ધ તેજ બન્યું છે અને બે વેક્સિનને મંજુરી મળ્યા બાદ તમામ રાજ્યોમાં વેક્સિનેશન કરવામાં આવી રહૃાું છે.