ચીની ક્ષેત્રને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી તો જડબાતોડ જવાબ મળશે: જિનિંપગ

ભારત અને તાઇવાનને લઇ અમેરિકાના ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગએ ધમકી આપી છે. શી જિનિંપગ એ કહૃાું કે જો ચીનના સુરક્ષા હિતો અને સંપ્રભુતાને નુકસાન પહોંચાડયુ અથવા તો ચીની ક્ષેત્રને જબરદસ્તી તોડવાની કોશિષ કરી તો અમે ખાલી હાથ બેસીશું નહીં. તેમણે કહૃાું કે જો આ રીતની ગંભીર સ્થિતિ આવે છે તો ચીની લોકો તેનો જડબાતોડ જવાબ આપશે.
રાષ્ટ્રપતિ શી જિનિંપગે કહૃાું કે ચીન ના તો આધિપત્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે અને ના તો વિસ્તારવાદને પ્રોત્સાહિત કરશે. પરંતુ ચીનના સંપ્રભુતા, સુરક્ષા અને વિકાસ હિતોને નજરઅંદાજ કરે છે તો અમે ખાલી બેસીશું નહીં. આ બધાની વચ્ચે અમે કોઇપણ પ્રકારની મંજૂરી આપીશું નહીં અથવા તો કોઇને ચીની ક્ષેત્રના અતિક્રમણ કે તેને ફાળવવાની કોશિષ કરે.
તેમણે કહૃાું કે જો આ રીતની ગંભીર સ્થિતિ ઉભી થઇ તો ચીની પ્રજા ચોક્કસ પણે તેનો જડબાતોડ જવાબ આપશે. ચીનના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાની સાથે તેનો તણાવ ચરમ પર છે.
ચીનની દાદાગીરીથી બચવા માટે અમેરિકા સતત તાઇવાનને અત્યાધુનિક હથિયારો આપી રહૃાું છે. અમેરિકાએ ગુરૂવારના રોજ પહેલી વખત ચીન સુધી માર કરનાર હથિયારોની તાઇવાનને વેચવાની મંજૂરી આપી દીધી છે.