ચીની સેનાએ કરાકોરમના પહાડો પર મોટી સંખ્યામાં ઘાતક ટેન્ક તૈનાત કરી

પૂર્વ લદ્દાખમાં ભારતની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીની સેનાએ કરાકોરમના પહાડો પર મોટી સંખ્યામાં પોતાના સૌથી ઘાતક ટેક્ધ Type 99Aને તૈનાત કરી દીધા છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના મતે ચીનની આ ટેક્ધ અંદાજે ૫૦૦૦ મીટરની ઊંચાઇ પર તૈનાત કરાઇ છે. ચીને તાજેતરમાં પોતાની નવી ૧૫ ટેક્ધના પહેલાં જથ્થાને પણ સામેલ કર્યો છે જે ટાઇપ 99Aની સાથે મળી જંગના મેદાનમાં ઉતરશે. ચીની અખબારે કહૃાું કે જો ફાયર પાવરની વાત કરીએ તો ટાઇપ ૯૯એ ટેક્ધ ચીનની સૌથી ઘાતક ટેક્ધ છે. તો ટાઇપ ૧૫ ટેક્ધ ખૂબ જ ઝડપથી પ્રહાર કરવામાં સક્ષમ છે. આવો જાણીએ આ ચીની ટેક્ધ ભારતના T-90 ટેક્ધની સામે કયાં છે.

ચીની નિષ્ણાતોનું કહેવું છે કે ભારે વજનવાળા ટાઇપ ૯૯છ મુખ્ય યુદ્ધક ટેક્ધ ઑક્સિજનની અછત અને પહાડી વિસ્તારના લીધે પૂર્વ લદ્દાખમાં બહુ ખાસ કારગર નથી. જો કે Type 99Aની બેજોડ તાકાત નિર્ણાયક છે. ચીની નિષ્ણાતોએ કહૃાું કે ટાઇપ ૧૫ લાઇટ ટેક્ધ જો યુદ્ધ દરમ્યાન ફસાય છે તો તેની મદદ માટે Type 99A ટેક્ધ જંગના મેદાનમાં ઉતારી શકે છે. બીજીબાજુ સ્વતંત્ર નિષ્ણાતોનું કહેવું છે ચીનનો આ મુખ્ય યુદ્ધક ટેક્ધ અમેરિકા કે રૂસના કોઇ ટેક્ધથી નબળી નથી. ચીનની આ થર્ડ જનરેશનની ટેક્ધ છે અને તેની અંદર ઘાતક દારૂગોળો મોટા આકારના ગોળા દાગનાર તોપો અને શ્રેષ્ઠ ફાયર કંટ્રોલ સિસ્ટમ તથા એડવાન્સડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે.

ચીન ટાઇપ ૯૯એ ટેક્ધ ભારતની ટી-૯૦ ટેક્ધ કરતાં ભારે છે તેને ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં ડ્રેગનના દુસાહસના જવાબ આપવા માટે તૈનાત કરી છે. ટી-૯૦ ટેક્ધનું વજન ૪૮ ટન છે તો ચીનના ટાઇપ ૯૯એ ટેક્ધનું વજન ૫૭ ટન છે. નિષ્ણાતોનું કહેવું છે કે લદ્દાખના પહાડી વિસ્તારોમાં જે ટેક્ધ વધુ હલકી હશે તે વધુ કારગર નીવડશે. ચીન અને ભારત બંનેની ટેક્ધ એન્ટી ટેક્ધ મિસાઇલ ફાયર કરવામાં સક્ષમ છે.