ચીને આપણી જમીન લઈ લીધી, શું આ પણ ’એક્ટ ઑફ ગૉડ’?

  • રાહુલ ગાાંધીનો વડાપ્રધાન પર કટાક્ષ

    ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણવા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનની ઘૂસણખોરીના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર એકવાર ફરી નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે પોતાના ટ્વિટમાં લખ્યું છે, ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો. ભારત સરકારે તેને પરત લેવા માટે કોઇ યોજના બનાવી રહી છે?
    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા થોડા સમયથી રોજગારી, જીડીપી, આર્થિક વ્યવસ્થા, લોકડાઉન સહિત અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહૃાાં છે. જેને લઇને તેઓ વારંવાર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં રહૃાાં છે.
    જો કે રાહુલ ગાંધીએ કરેલા નવા ટ્વિટમાં ચીન દ્વારા આપણી જમીન પર કબ્જો કરવા તેમજ ઘૂસણખોરી કરવાને લઇને નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ૧૧મી સપ્ટેમ્બરના ટ્વિટમાં લખ્યું છે કે ચીને આપણી જમીન પર કબ્જો કરી લીધો છે. ભારત સરકાર તેને પરત લેવા કોઇ યોજના બનાવી રહી છે ? કે પછી ફરી તેને પણ એક દૃેવીય ઘટના બનાવી છોડી દૃેવામાં આવી રહી છે.