ચીને જમીન નથી છીનવી તો આપણા જવાન શહીદૃ કેવી રીતે થયા?: રાહુલ ગાંધી

ન્યુ દિૃલ્હી,
ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકોની અથડામણ અંગે કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પણ કેન્દ્રને સવાલો કર્યા હતા. સોનિયાએ કહૃાું કે, જો આપણી જમીન ચીને નથી છીનવી તો આપણા જવાનો શહીદૃ કેવી રીતે થયા? રાહુલે કહૃાું કે, વડાપ્રધાન મોદૃીએ સાચું કહેવું જ પડશે. કોંગ્રેસ આજે ગલવાનના શહીદૃોને શ્રદ્ધાંજલિ આપવા માટે દૃેશભરમાં શહીદૃોને સલામની મુહિમ ચલાવી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવખત પીએમ મોદૃી પર ચીન વિવાદૃ અંગે નિશાન સાધ્યું છે. રાહુલે એક વીડિયો શેર કરી કહૃાું કે, પીએમ ગભરાયા વગર સાચુ કહે કે ચીને જમીન લીધી છે અને આપણે કાર્યવાહી કરવા જઈ રહૃાા છીએ.આવી સ્થિતિમાં આખો દૃેશ તમારી સાથે ઊભો છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહૃાું કે, આખો દૃેશ એક થઈને સેના અને સરકારની સાથે છે. પરંતુ જરૂરી સવાલ ઊભો થયો છે કે થોડા દિૃવસ પહેલા વડાપ્રધાને કહૃાું હતું કે, કોઈ ભારતમાં પ્રવેશ્યુ નથી, કોઈએ આપણી જમીન નથી લીધી. સેટેલાઈટ તસવીરમાં જોવા મળી રહૃાું છે કે સેનાના પૂર્વ જનરલ કહી રહૃાા છે અને લદ્દાખના લોકો કહી રહૃાા છે કે ચીને આપણી એક જમીન નહીં પણ ત્રણ જમીન છીનવી લીધી છે.
રાહુલે કહૃાું કે, વડાપ્રધાનજી તમારે સાચું કહેવું પડશે, ગભરાવાની જરૂર નથી. જો તમે કહેશો કે જમીન નથી ગઈ પણ ચીને જમીન લઈ લીધી છે તો આનો ચીનને જ ફાયદૃો થશે. આપણે મળીને ચીનનો સામનો કરવાનો છે અને તેને બહાર ફેંકવાનું છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ કહૃાું કે, આપણા શહીદૃ જવાનોને હથિયાર વગર બોર્ડર કોણે મોકલ્યા અને શા માટે ?