ચીને તાનાશાહ કિમ જોંગ ઉનને વેક્સિન આપી હોવાનો અમેરિકાનો દાવો

  • કિમની સાથે ઉ.કોરિયાના કેટલાક અધિકારીઓને રસી અપાઇ હોવાનું જાણવા મળ્યું
    વોિંશગ્ટન/બેઇિંજગ,
    ચીનએ ઉત્તર કોરિયાની સાથે પોતાની મિત્રતા નિભાવતા તાનાશાહ કિમ જોંગ ઉન અને તેના આખા પરિવારને પોતાના એક્સપેરિમેંટલ કોરોના વાયરસ રસી આપી છે. અમેરિકાના એનાલિસ્ટે મંગળવારના રોજ પોતાને ઇન્ટેલિજન્સ સૂત્રોના હવાલે આ દૃાવો કરાયો છે. સેન્ટર ફોર ધ નેશનલ ઇંટ્રેસ્ટના ઉત્તર કોરિયન એક્સપર્ટ હૈરી કાઝિયાનિસે દાવો કર્યો છે કે કિમની સાથો-સાથ ઉત્તર કોરિયાના કેટલાંય અધિકારીઓને રસી અપાઇ છે.
    હેરીના મતે કોરિયાને ચીને પોતાના એક્સપેરિમેંટલ વેક્સીનોમાંથી એક આપી છે. હજુ એ ખબર નથી પડી કે કંઇ રસી અપાઇ છે અને તે સુરક્ષિત છે કે નહીં. હેરીએ એક ઓનલાઇન આર્ટિકલમાં દાવો કર્યો છે કે કિમ જોંગ ઉન અને કેટલાંય હાઇ-રેિંક્ધગ અધિકારીઓને છેલ્લાં બે-ત્રણ સપ્તાહમાં ચીની સરકારની રસી આપવામાં આવી છે.
    અમેરિકાના મેડિકલ સાયન્ટિસ્ટ પીટર જે હોટેજ એ કહૃાું કે કમ સે કમ ત્રણ ચીની કંપનીઓ કોરોના વાયરસ રસી પર કામ કરી રહી છે જેમાં સિનોવેક બાયોટેક લિ., કેનસિનોબાયો અને સિનોફાર્મ ગ્રૂપ સામેલ છે. સિનોફાર્મનું કહેવું છે કે તેની રસીને ચીનમાં ૧૦ લાખ લોકો ઉપયોગ કરી ચૂકયા છે. જો કે ત્રણમાંથી કોઇએ ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલનો ડેટા રિલીઝ કર્યો નથી.
    ઉત્તર કોરિયાએ પોતાને ત્યાં કોરોના વાયરસનો કોઇ કેસ કન્ફર્મ કર્યો નથી પરંતુ દક્ષિણ કોરિયાના નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસે કહૃાું છે કે એ વાતને નકારી શકાય નહીં કે ત્યાં પણ મહામારી ફેલાઇ છે. ઉત્તર કોરિયામાં ચીનની સાથે વેપાર ચાલી રહૃાો છે જ્યાંથી મહામારી ફેલાવાનું શરૂ થયું હતું.