ચીને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા અંતરિક્ષ યાનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

કોરોના સંકટની વચ્ચે પણ ચીન પોતાના અંતરિક્ષ મિશન પર સતત કામ કરી રહૃાું છે. ચીને શુક્રવારના રોજ એવા પ્રયોગાત્મક અંતરિક્ષ યાનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું જે ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે. આ મિશનની માહિતી ગુપ્ત રખાઇ છે. સમાચાર એજન્સી સિન્હુઆના મતે અંતરિક્ષયાનને ઉત્તર-પશ્ર્ચિમ ચીનના જિયુકાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી લોન્ગ માર્ચ-2F કેરિયર રોકેટ પર લોન્ચ કરાયું. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે કહૃાું કે અંતરિક્ષ મિશનને સંપૂર્ણપણે ગુપ્ત રખાયું હતું.
SCMP એ કહૃાું કે લોન્ચ સાઇટના કર્મચારીઓ અને ત્યાં પહોંચેલા લોકોને સ્પષ્ટ નિર્દૃેશ આપ્યો હતો કે લોન્ચ દરમ્યાન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી ના કરવામાં આવે. આ સિવાય ઓનલાઇન ફોરમ પર પણ આ અંગે ચર્ચા ના કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ઇન-ઑર્બિટ ઓપરેશનનો સમય પૂરો થઇ ગયા બાદ અંતરિક્ષ યાન ચીનમાં અગાઉ નક્કી કરેલી લેન્ડિંગ સાઇટ પર પાછું આવી જશે. એક સૈન્ય સૂત્ર એ કહૃાું કે લેબોરેટરી અંતરિક્ષ યાન US X-37B સમાન છે.
આપને જણાવાનું કે X-37B એક માનવરહિત અંતરિક્ષ વિમાન છે જે સ્પેસ શટલના નાનકડા વર્ઝનની જેમ સંચાલિત થાય છે. તેને એક રોકેટ દ્વારા લોન્ચ કરાયું છે અને તે જાતે રનવે લેન્ડિંગ માટે પાછું પૃથ્વી પર આવી જાય છે.