ચીને સ્પેસક્રાટને સ્પેસમાં મોકલી પાછુ જમીન પર લેન્ડ કરાવી ઇતિહાસ રચ્યો

ચીને એક નવા સ્પેસક્રાટને સ્પેસમા મોકલીને પાછુ જમીન પર લેન્ડ કરાવીને સફળતા પ્રાપ્ત કરી છે. જો કે, આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી તમામ બાબતો જાહેર કરવામા આવી નથી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, પ્રોજેકટ સાથે જોડાયેલા સ્ટાફને ચેતવણી આપવામા આવી હતી કે, તેઓ લેન્ડિંગનો વિડિયો ના બનાવે અને ન તો તેઓ આ બાબતે ઓનલાઇન ચર્ચા કરે.
લગભગ ત્રણ વર્ષ પહેલા ચીને સ્પેસમા સતત યાન મોકલવાની સાથે સક્ષમ અંતરિક્ષ યાન બનાવવાનુ કામ શરૂ કર્યુ હતુ. ચીનનુ લક્ષ્ય એવુ સ્પેસક્રાટ બનાવવાનુ હતુ જે વિમાનની જેમ સતત અંતરિક્ષમા મોકલી શકાય.
રિપોર્ટ અનુસાર, ચીને નવા સ્પેસક્રાટને શુક્રવારે જિઉકુઆન સેટેલાઇટ લોન્ચ સેન્યરથી લોન્ચ કરવામા આવ્યુ હતુ. લોંગ માર્ચ-૨એફ કેરિયર રોકટની સાથે લોન્ચ કરવામા આવ્યુ હતુ. રવિવારે અંતરિક્ષ યાન પાછુ લાવવામા પણ સફળતા મળી છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ચીને આ સમગ્ર મિશનને એકદમ સિક્રેટ રાખ્યુ હતુ. લોન્ચિંગ સાથે જોડાયેલા વિઝીટર્સને પણ ફોટો અને વિડિયો લેવા માટે પરવાનગી આપી નહોતી.
મિલિટ્રી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે, ચીનનો આ પ્રોજેકટ ઐતિહાસિક છે. આ સ્પેસક્રાટ સંપૂર્ણ રીતે નવુ છે. લોન્ચ મેથડ પણ અલગ છે. જે માટે ચીન આ પ્રોજેક્ટને લઇને સતત સર્તકતા રાખી રહૃાુ છે.