ચીન આકરા પાણીએ: અમેરિકાના પોમ્પિયો સહિત ૨૮ અધિકરી પર પ્રતિબંધ મૂક્યો

જો બાઇડેનના શપથ લેવાના તાત્કાલિક બાદ જ ચીને મોટું પગલું ભર્યું છે. ચીને ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્રપતિકાળમાં મહત્વપૂર્ણ પદો પર રહેલા ૨૮ અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેમાં સૌથી મહત્વપૂર્ણ નામ માઇક પોમ્પિયોનું છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્ર્મ્પના રાષ્ટ્ર્પતિ કાર્યકાળમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી. ઓ બ્રાયન પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કરવા અને ચીનના આંતરિક કેસમાં દરમિયાન કરવાનો આરોપ લગાવતાં તેનાપર પ્રતિબંધોની જાહેરાત કરી છે.

રાષ્ટ્રની સંપ્રભુતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતાં પોમ્પિયો તથા અન્ય ૨૭ અધિકારીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ત્યારબાદ આ તમામ ૨૮ લોકો હવે ચીનની સીમામાં કોઇપણ પ્રકારની યાત્રા કરી શકશે નહી. ચીને જોઇ બાઇડેનના શપથ ગ્રહણ સમારોહ વખતે આ જાહેરાત કરી હતી. ચીને કહૃાું કે તમામ લોકો ચીન-અમેરિકાના સંબંધો ખરાબ કરવા માટે જવાબદૃાર હતા.

આ યાદીમાં માઇક પોમ્પિયો, રોબર્ટ સી. ઓબ્રાયન, પીટર નેવારો, ડેવિડ સ્ટિલવેલ, મૈથ્યૂ પોટિંગર, એલેસ અઝર, જીથ ક્રૈચ, કેલી ડીના ક્રાટની સાથે ઝ્હોન આર બોલ્ટન, સ્ટીફન બેનનનું નામ સામેલ છે. આ જાહેરાત બાદ તાત્કાલિક આ તમામ લોકોની સાથે તેમના પરિવારના સભ્યોને પણ ચીનની મુખ્ય ભૂમિ ઉપરાંત હોંગકોંગ, મકાઉમાં પણ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા. એટલું જ નહી, યાદીમાં લોકો ચીન અથવા ચીનની કોઇ પણ કંપની સાથે વેપાર પણ કરી શકશે નહી.