ચીન-ઈરાનની દોસ્તી ભારતને ભારે પડી, ચાબહાર પરિયોજનાથી થયું બહાર

  • ઈરાન-ચીનના ગાઢ થતાં સબંધોથી ભારતની ચિંતા વધી

ઈરાન તરફથી ભારતને મોટો ફટકો પડ્યો છે અને ચાબહાર રેલ પરિયોજનાથી ભારતને હટાવી દૃેવામાં આવ્યું છે. આ માટે ઈરાને ભારત દ્વારા પ્રોજેક્ટના ફંડિગમાં વિલંબ થવાનું કારણ જણાવ્યું છે. ઈરાને એલાન કર્યું છે કે, તે હવે એકલા જ આ પરિયોજના પૂર્ણ કરશે. ભારત માટે ઈરાનનો આ નિર્ણય રણનીતિક દ્રષ્ટિએ ફટકો માનવામાં આવી રહૃાો છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાન અને ચીન વચ્ચે ૪૦૦ બિલિયન ડૉલરની એક મહાડીલ થવા જઈ રહી છે. કહેવાય છે કે, આ ડીલના પગલે જ ઈરાને ચાબહાર પરિયોજનાથી ભારતને બહાર કરી દીધું છે.
આ પરિયોજના અંતર્ગત ઈરાનના ચાબહાર પોર્ટથી લઈને જહેદાન વિસ્તાર સુધી રેલ પરિયોજના બનાવવામાં આવવાની છે. આ રેલ પરિયોજનાને અફઘાનિસ્તાનના જરાંજ સરહદ સુધી વધારવાની યોજના પણ છે. ધ હિંદુના રિપોર્ટ મુજબ, આ પરિયોજનાને માર્ચ ૨૦૨૨ સુધી પૂરી કરવામાં આવવાની છે.
વર્ષ ૨૦૧૪માં પીએમ મોદીના ઈરાન પ્રવાસ દરમિયાન ચાબહાર સમજૂતિ પર હસ્તાક્ષર થયા હતા. આ સમગ્ર પરિયોજના પાછળ ૧.૬ અબજ ડૉલરનું રોકાણ થવાનું છે. જો કે અમેરિકન પ્રતિબંધોના ડરથી ભારતે આ રેલ પરિયોજના પર કામ શરૂ ના કર્યું હોવાનું કહેવાય છે.