ચીન જિનિંપગના નેતૃત્વમાં વધુ વર્ચસ્વ અને ધાક જમાવી રહૃાું છે: નિક્કી હેલી

  • ચીન નાના દેશોને ધમકી આપીને પોતાની તાકાત બતાવવા માંગે છે

    સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકાના પૂર્વ રાજદૃૂત નિક્કી હેલીએ કહૃાું કે રાષ્ટ્રપતિ શી જિનિંપગના નેતૃત્વમાં ચીન વધારે વર્ચસ્વ અને ધાક જમાવી રહૃાું છે. તેણે અન્ય દેશો સામે આંગળીઓ ચીંધવાનું શરુ કરી દીધું છે. જિનિંપગ સત્તામાં આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ ચીનનું વલણ આક્રમક થયું છે. તે હવે લીડરશીપ મેળવવાનો પ્રયાસ કરી રહૃાું છે. તેણે આ માટે તમામ સાથે વાત કરવાની પણ શરુ કરી દીધી છે. પરંતુ તેનું આ વર્તન લાંબો સમય ચાલશે નહિ. હેલીએ મંગળવારે ફોક્સ ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી.
    હેલીએ કહૃાું, ’સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મારા કામ કરવાના સમય દરમિયાન ચીન ઘણું શાંત રહૃાું. તેણે એક વ્યૂહરચના હેઠળ કામ કર્યું હતું. ચીને ચુપચાપ કેટલાક ક્ષેત્રોમાં સારી જગ્યા બનાવવા માટે કામ કર્યું અને પાછળના દરવાજેથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્થાન મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા.
    તેમણે કહૃાું કે કોઈ પણ દેશ જે તે લોકોને મુક્તપણે જીવવા નથી દેતો, તો તે તેવું લાંબા સમય સુધી નથી કરી શકતો. એક દિવસ એવો સમય પણ આવશે જ્યારે લોકો વિદ્રોહ કરશે, જેમે કે અત્યારે હોંગકોંગમાં થઇ રહૃાો છે. ચીન તેને દબાવવાના પ્રયાસ કરી રહૃાું છે. ચીન આવુ જ દબાણ તાઇવાન, દક્ષિણ ચીન સાગરથી જોડાયેલા દેશો અને ભારત પર પણ કરી શકે છે.
    તેમણે વધુમાં કહૃાું કે અમેરિકાએ ચીનને તે બતાવવાની જરૂર છે કે અમારી સેના સંપૂર્ણપણે સજ્જ છે, તેથી તે અમારી સામે આવવાના પ્રયાસ ન કરે.