- લોન્ચર ખરીદવા બે અગ્રગણ્ય ઘરેલુ રક્ષા કંપનીઓ સાથે કરાર કર્યો
રક્ષા મંત્રાલયે છ સૈન્ય રેજિમેન્ટ માટે ૨૫૮૦ કરોડ રૂપિયાના ખર્ચે પિનાકા રોકેટ લોન્ચર ખરીદવાને લઈને બે અગ્રગણ્ય ઘરેલુ રક્ષા કંપનીઓ સાથે કરાર કર્યો. આ પગલું મેક ઈન ઈન્ડિયા પહેલને મોટા પાયે પ્રોત્સાહન આપા માટે ઉઠાવવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે પિનાકા રેજિમેન્ટને સૈન્ય દળોની સંચાલન તૈયારીઓ વધારવા માટે ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતીય સરહદૃે તૈનાત કરાશે.
ટાટા પાવર કંપની લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો સાથે કરાર પર હસ્તાક્ષર કરાયા છે. જ્યારે રક્ષા ક્ષેત્રનો સરકારી ઉપક્રમ ભારત અર્થ મૂવર્સ લિમિટેડને પણ આ પ્રોજેક્ટનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. બીઈએમએલ એવા વાહનો પૂરા પાડશે જેના પર રોકેટ લોન્ચરને રાખવામાં આવશે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહૃાું કે છ પિનાકા રેજિમેન્ટમાં ઓટોમેટેડ ગન એમિંગ એન્ડ પોઝિશિંનગ સિસ્ટમ (AGAPS)ની સાથે ૧૧૪ લોન્ચર અને ૪૫ કમાન પોસ્ટ પણ હશે. નિવેદનમાં કહેવાયું છે કે મિસાઈલ રેજિમેન્ટનું સંચાલન ૨૦૨૪ સુધીમાં શરૂ કરવાની યોજના છે. તેમાં કહેવાયું છે કે હથિયાર પ્રણાલીમાં ૭૦ ટકા સ્વદૃેશી સામગ્રી હશે અને રક્ષામંત્રી રાજનાથ સિંહ તથા નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
પિનાકા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમને ડીઆરડીઓએ વિક્સિત કરી છે. આ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જે આત્મનિર્ભર બનવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં સાર્વજનિક ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રદર્શિત કરે છે.