તા. ૫.૧૧.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૯ કારતક સુદ બારસ , ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર, હર્ષણ યોગ, કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
તુલા (ર,ત) : જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ હાલ આપણે બે ગ્રહણ વચ્ચે થી પસાર થઇ રહ્યા છીએ અને પાકિસ્તાનમાં પૂર્વ ક્રિકેટર અને પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર જાનલેવા હુમલો થયો છે તો રાજકીય ઉઠાપટક પણ ચાલુ થઇ ગઈ છે તો બીજી તરફ આપણને પાડોશી તરીકે સતાવી રહેલું ચીન અવકાશમાં પણ કોઈ ને છોડતું નથી અને તેનું વિફળ ગયેલું રોકેટ અને તેનો ૨૩ ટન વજન અનેક દેશ માટે સરદર્દ બની ગયૉ છે વળી મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ બધાને હંફાવી રહ્યો છે અને બે દેશ વચ્ચે સંઘર્ષ પરાકાષ્ઠાએ લાવી રહ્યો છે. આ બધા વચ્ચે આગામી તા. ૮ નવેમ્બર ૨૦૨૨ ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલેક દેવદિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે.આ ગ્રહણ પર એકદમ સાદા પ્રયોગથી સુંદર લાભ પ્રાપ્ત કરી શકાય છે. ચંદ્ર એ પ્રવાહી છે ચંદ્ર એ દૂધ છે અને રાહુ એ વ્યસન છે માટે આ દિવસે દૂધવળી ચા કે કોફી નું દાન કરવાથી એટલે કે પીવરાવા થી લાભ પ્રાપ્ત કરી શકાય. આ દુધવાળી ચા કે કોફીનું પાત્ર સાથે દાન કરવાથી વિશેષ લાભ મેળવી શકાય. તમારી રાશિ મુજબના પાત્રમાં આ દાન કરવાથી એટલે કે પાત્ર સહીત દાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય છે.