ચીન સાથે આપણે સંઘર્ષની સ્થિતિમાં આવી ચુક્યા છીએ

મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
વૃષભ (બ,વ,ઉ) : જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : આવકમાં વૃદ્ધિ થાય,લોકો માં આદર પ્રાપ્ત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામકાજ માં સફળતા મળે.
તુલા (ર,ત) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
ધન (ધ,ભ,ફ,ઢ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : જમીન મકાન વાહનસુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
કુંભ (ગ,સ,શ ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ લાભદાયક રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,પ્રગતિ થાય.

અગાઉ લખ્યા મુજબ સેનાએ આતંકીનો સફાયો કરવા કમર કસી લીધી છે તો બીજી તરફ ડ્રગ્સ કેઈસમાં ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે પર એનસીબી દ્વારા સિકંજો કસવામાં આવ્યો છે, જે વિષે અત્રે જણાવી ચુક્યો છું. ટિ-20 વર્લ્ડકપ આ વર્ષે ભારત જીતી શકે એવા ચાન્સ ગોચર ગ્રહો દર્શાવી રહ્યા છે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝને પણ આ પ્રકારના ચાન્સ ગણી શકાય. મંગળ મહારાજ આજરોજ તુલામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ચીન સાથે આપણે સંઘર્ષની સ્થિતિમાં આવી ચુક્યા છીએ. અગાઉ લખ્યા મુજબ તુલામાં સૂર્ય અને મંગળ એટલે કે રાજા અને સેનાપતિ સાથે મળી રણનીતિ તૈયાર કરી રહ્યા છે અને બંને પક્ષે પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. આગામી દિવસોમાં ચીન સાથે આ સંઘર્ષ વધુ પ્રભાવી બને તેવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. રશિયાના મોસ્કોમાં અફઘાનિસ્તાન અંગે થયેલી બેઠક પણ ખુબ મહત્વ ધરાવે છે જેમાં ભારતીય અધિકારીઓની તાલિબાન નેતાઓ સાથે વાતચીત થઇ છે જે આ સમયમાં કુટનિતિજ્ઞ ઘટનાક્રમ કહી શકાય અને આગામી દિવસોમાં અફઘાન સાથે આપણા સંબંધ નક્કી કરનાર બનશે. હાલ અફઘાનિસ્તાનની આંતરિક સ્થિતિ ડામાડોળ છે અને છાશવારે ત્યાં બોમ્બ વિસ્ફોટ થાય છે જે જગત માટે ચિંતાજનક બાબત છે. મંગળના તુલામાં આવવાથી મંગળ અને શુક્ર વચ્ચે પરિવર્તન યોગ થશે. મંગળ સેનાપતિ છે જે રાજા સાથે છે અને તેનું પરિવર્તન ભોગ વિલાસના ગ્રહ શુક્ર સાથે થાય છે જે એક વિરોધાભાસ ઉભો કરે છે વળી ગોચરીય રીતે આ પરિવર્તન વિશ્વની સારી સેનાઓ ગણી શકાય તેમાં સ્ત્રીઓની ભાગીદારી વધારવા પર જોર આપશે અને બીજી તરફ આર્મીના ઉચ્ચ પદે રહેલા લોકો પર હની ટ્રેપ થવાની સંભાવના વધી જાય છે.