ચીન સામે લડવા ભારત સજ્જ, લદ્દાખમાં લગાવાશે ૧૩૪ સેટેલાઇટ ફોન ટર્મિનલ.

ન્યુ દિૃલ્હી,લદ્દાખમાં ભારતીય સેના ચીનની દૃરેક ચાલનો જવાબ આપવા માટે તૈયાર છે. જેથી જો ચીન કોઇ પણ પ્રકારની હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેને પાઠ ભણાવી શકાય. ભારતની તૈયારીઓ માત્ર ગોલાબારૂદૃ અને હથિયારોની તૈનાતીથી જ નથી થઇ રહી.
ભારત હવે લદ્દાખમાં સરહદૃનાં તમામ વિસ્તારોને કનેક્ટ કરવા, ત્યાં સંચારનાં માધ્યમોને ચુસ્ત-દૃુરસ્ત કરવામાં જોડાયેલ છે. ભારતની આ મુહિમ પણ સૈન્ય તૈયારી જેવી જ છે. લદ્દાખનાં સીમાવર્તી ગામડાંઓમાં સંચાર સુવિધાને વધારે મજબૂત કરવામાં કેન્દ્ર સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. સરકારે લદ્દાખમાં ૧૩૪ ડિજિટલ સેટેલાઇટ ફોન ટર્મિનલ સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિવિટી પર ૩૩૬.૮૯ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જો માત્ર લદ્દાખની વાત કરીએ તો તેની પર ૫૭.૪ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેનાંથી જમ્મુ-કાશ્મીરનાં પણ અનેક ગામડાંઓમાં લોકો ફોનની સુવિધાનો ફાયદૃો ઉઠાવી શકશે.
લદ્દાખમાં જે મહત્વપૂર્ણ વિસ્તારોને સેટેલાઇટ ફોન કનેક્શન મળશે, તેમાં ગલવાન ઘાટી, દૃૌલત બેગ ઓલ્ડી, હૉટ ર્િંસ્પ્રગ્સ, ચુશુલ શામેલ છે. એ તમામ વિસ્તારોને વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલ છે. ગલવાન ઘાટીમાં જ તાજેતરમાં ચીન સાથે સંઘર્ષ થયું હતું. જ્યારે દૃૌલત બેગ ઓલ્ડીમાં ભારતનું સૈન્ય ઠેકાણું છે. જ્યાં સંચાર વ્યવસ્થાને દૃુરસ્ત કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.
લદ્દાખનાં એગ્જિક્યુટિવ કાઉન્સીલર કુનચોર સ્ટાંજીએ જણાવ્યું કે, પોતાની સીમામાં ફોન નેટવર્કનો વિસ્તાર કર્યો છે. તેમને ત્યાં નેટવર્કની સ્થિતિ ખૂબ સારી છે. ભારતે પણ આ દિૃશામાં હવે કામ કરવાનું શરૂ કર્યું છે.