ચુંટણી પુર્વે બગસરામાં 1195 બોટલ દારૂ ઝડપાયો

અમરેલી,
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૂતિ કરતા શખ્સો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,આજરોજ તા.02/11/2022 ના શરૂ રાત્રિના બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અમરલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ રજી નં.જીજે 07 વાય ઝેડ 2595 માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કુકાવાવથી બગસરા તરફ જાય છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમ નવા વાઘણીયા ગામે વોચમાં રહી, એક શખ્સને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ, પકડાયેલ શખ્સ તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.આ દરોડામાં જયરાજભાઇ રાવતભાઇ બસીયા ઉ.વ.3પ રહે.સુરગપરા, કુષ્ણનગર, વડીયા તા.વડીયા, જિ.અમરેલીને પકડી પાડેલ છે જયારે જયેન્દ્રભાઇ જીલુભાઇ બસીયા રહે.અમરનગર, તા.જેતપુર, જિ.રાજકોટ, ગૌતમભાઇ મોડા રહે.ચલાલા બંનેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ (1811.) ની 750 એમ.એલ.ની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ- 1195 કિ.રૂ.3,58,500/- તથા મોબાઇલ ફોન નંગ 1 કિ.રૂ. 5,000/- તથા બોલેરો પીકપ ગાડી રજી.નંબર એજીજે 07 વાય ઝેડ 2595 કિ.રૂ.4,00,000/- મળી કુલ કિ.રૂ.7,63,500/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.જાણવા મળતી માહિતી અનુસાર આ દારૂનો જથ્થો રાજકોટ રૂરલમાંથી અમરેલી જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. પરંતુ દારૂ અમરેલી જિલ્લામાં ઘુસવાનો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇશ્રી અલ્પેશ પટેલ તથા શ્રી પ્રશાંત લક્કડને મળતા તેમની ટીમ દ્વારા ઓપરેશન ગોઠવાયું હતું અને દારૂ અમરેલી જિલ્લામાં ઘુસે તે પહેલા પકડી પાડવામાં આવ્યો હતો.