ચુંટણી માટે શ્રી જીતુભાઈ, શ્રી હકુભા જાડેજા દ્વારા અમરેલીમાં માર્ગદર્શન

  • જિલ્લા ભાજપ કાર્યાલયે અમરેલી શહેર, તાલુકો અને કુંકાવાવ તાલુકો તેમજ બાબરા શહેર અને તાલુકાની બેઠકો મળી

અમરેલી,
હાલમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં કમળને ખીલવવા માટે ચુંટણી ઈન્ચાર્જશ્રી તેમજ જિલ્લા ભાજપ ટીમ દ્વારા કમર ક્સી પાલીકા પંચાયત કબજે કરવા માટે રણનિતી તૈયાર કરવામાં આવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, જિલ્લા ચુંટણી ઈન્ચાર્જશ્રી નારણભાઈ કાછડીયા, જે.વી.કાકડીયાની ઉપસ્થિતીમાં પ્રદેશ દ્વારા નિયુક્ત ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહજી દ્વારા ઉપસ્થિત કાર્યર્ક્તાઓને માર્ગદર્શન આપવામાં આવેલ.
જેમાં અમરેલી શહેર ચુંટણી ઈન્ચાર્જ મુકેશભાઈ સંઘાણી, કુંકાવાવ તાલુકાનાં ચુંટણી ઈન્ચાર્જ કાળુભાઈ વિરાણી, બાબરા તાલુકા ચુંટણી ઈન્ચાર્જ વી.વી.વઘાસીયા, બાબરા શહેર ચુંટણી ઈન્ચાર્જ રશ્મીનભાઈ ડોડીયા, વી.વી.વઘાસીયા, બાબરા શહેર ચુંટણી ઈન્ચાર્જ રશ્મીનભાઈ ડોડીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, અમરેલી તાલુક ભાજપ પ્રમુખ ઘનશ્યામ ત્રાપસીયા, કુંકાવાવ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશ ખોખરીયા, બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતીન રાઠોડ સહીત અપેક્ષિત શ્રેણીનાં આગેવાનોની ઉપસ્થિતીમાં આજની ચુંટણી લક્ષી બેઠકો અલગ અલગ મંડલ વાઈઝ મળેલ. આ તકે અમરેલી ખાતે જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, દીનેશભાઈ પોપટ, બાબરા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા ઉપસ્થિત રહયા હતા. તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયુ છે.