ચૂંટણીઓ ટાણે આવેલા શસ્ત્રોનો જથ્થો પકડતી અમરેલી એસઓજી

  • કુંડલાના નાના ભમોદ્રા ગામેથી જીરા ગામ તરફ જતા રોડ ઉપર થતા હતા શસ્ત્રોના સોદા એસઓજીના શ્રી મોરી ત્રાટકયા : સાત પીસ્તોલ, કાર્ટીસો,ત્રણ વાહનો કબ્જે લેવાયાં
  • સાવરકુંડલાના ત્રણ વચેટીયા,મધ્યપ્રદેશના ચાર વેપારી અને હથીયાર ખરીદવા આવેલા સુરત, સાવરકુંડલા અને શિહોરનાં શખ્સોને પોલીસે કોર્ડન કરી લીધા

અમરેલી,
ચુંટણી આડે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે અમરેલી જિલ્લામાં ઠલવાઇ રહેલા હથીયારોનો મોટો જથ્થો અમરેલી એસઓજીએ પકડી પાડી હથીયાર વેચતી આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ કરી મોટા જથ્થામાં હથીયારો સાથે સાવરકુંડલા, સુરત, શીહોર અને મધ્યપ્રદેશના 12 શખ્સોને હથીયારોની લે વેચ કરતા રંગે હાથે પકડી પાડતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર હથીયારો ધરાવતા લોકો અને તેની હેરાફેરી કરતા લોકોને પકડવા માટે તથા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણી યોજાનાર હોય આ ચુંટણીમાં આમ જનતા નિર્ભયતાથી મતદાન કરી શકે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપીશ્રી નિર્લિપ્ત રાયએ પોલીસ તંત્રને સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે અમરેલીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ શ્રી મહેશ મોરીને હયુમન ઇન્ટેલીજેન્સ અને ખાનગી બાતમી મળી હતી કે કુંડલાના નાના ભમોદરાથી જીરા જવાના રોડ ઉપર એકાદ કી.મી.ના અંતરે નાના ભમોદરા ગામના મગનભાઇ ભીખાભાઇ ગેડીયાની વાડી ખેતરના રોડની કિનારીવાળા શેઢે આવેલ મોટા બાવળની નીચે કેટલાક શંકાસ્પદ લોકો એકઠા થયા છે.બાતમી મળતા એસઓજીની ટીમ સાથે ચારેય તરફથી ઘેરો કરી અને બાતમી વાળા સ્થળને કોર્ડન કરતા ત્યાં હથીયારો સાથે 12 લોકો મળી આવ્યા હતા જેમાં મધ્યપ્રદેશની આંતર રાજ્ય કુખ્યાત ગેંગના રાકેશ કાળુ બાંગડીયા રહે. મુળ ગામ બળા ઇટારા,તા.જોબટ, જી.અલીરાજપુર, હાલ આંબા ગામની સીમમાં નીકુભાઇ પટેલની વાડીએ તથા ત્યાં જ રહેતા ઝાલમ તીખ્યાભાઇ દેહરીયા હરદાસપુર જી.અલીરાજપુર, મગન સુરતીયાભાઇ મેડા જી.અલીરાજપુર, હાલ મોરબી, સરતાનપુર રોડ, સોલારીઝ ફેકટ્રીમાં અને રમેશ જુવાનસિંહ વસોયા રે.અલીરાજપુર જિ હાલ સીમરણ, ઉમેશભાઇ ધાધલની વાડીને સાત પીસ્તોલ, કિં.1 લાખ 40 હજાર તથા 35 જીવતા કાર્ટીસ, કિં.1750, 10 મોબાઇલ, એક ઓટો રીક્ષા, બે મોટરસાયકલ મળી 3 લાખ 24 હજાર 450 ના મુદામાલ સાથે પકડયા હતા.આ ચારેય શખ્સો મધ્યપ્રદેશની આંતર રાજ્ય કુખ્યાત ગેંગ છે જે મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર પ્રતિબંધક પિસ્ટલ, જીવતા કાર્ટીસ કોઇપણ રીતે ગુજરાત રાજ્યમાં લાવી વાડીએ ખેત મજુરી કામ કરવાને બહાને રહી અને નજીવી કિંમતમાં અવાવરૂ જગ્યાએ ખરીદદારોને બોલાવી વહેંચી નાખતા હતા તેવુ ખુલ્યુ હતુ પોલીસે આ સમયે હથીયાર વેચવામાં વચેટીયા તરીકે કામ કરતા સાવરકુંડલાના અફરોઝ અબ્દુલ કુરેશી ઉ.વ.37 ધંધો ડ્રાઇવીંગ, રે. જુના બસ સ્ટેન્ડ પઠાણફળી ,સાવરકુંડલા, મહમદ મહેબુબ ચૌહાણ ઉ.વ.33 ધંધો ચાની હોટલ, રે. મહુવા રોડ, સાધના સોસાયટી પાછળ, નુરાની નગર, સાવરકુંડલા અને અયુબ જુમાભાઇ જાખરા ઉ.વ.26 ધંધો ડ્રાઇવીંગ રે. સાવરકુંડલા સંધી ચોકને પકડી પાડયા હતા આ ત્રણેય વચેટીયા તરીકે હથીયારો વેચવામાં મદદ કરતા હતા.પોલીસે હથીયાર વેચનારા ચાર, મદદ કરનારા ત્રણ અને હથીયાર ખરીદનારા સુરત કાપોદરાની સતનારાયણ સોસાયટી, સત્યંન એપાર્ટમેન્ટ ફલેટનં.18 માં રહેતા રોહીત ભરતભાઇ હેરભા, સોહીલ યાસીનભાઇ મલીક ધંધો પ્રાઇવેટ નોકરી, મુળ ગામ પાંચ તલાવડા લીલીયા હાલ નાના વરાછા ઢાળ મદીના મસ્જિદ પાસે સુરત, સીરાઝખાન મહેબુબ ખાન બ્લોચ, મુળ ગામ અખતરીયા, ગારીયાધાર, હાલ સુરત કામરેજ ડાયમંડ નગર મકાન નં.176, હરેશ રાણાભાઇ કારડીયા ઉ.વ.32 ધંધો મજુરી રે.નાની વડાળ સાવરકુંડલા અને ઇકબાલ અલારખભાઇ જુડેસરા ઉ.વ.45 ધંધો મજુરી રે. શીહોર, મોંઘીબાની જગ્યા પાસે ઘાંચીવાડ મળી પાંચ બીજા સહિત કુલ 12 શખ્સોને સ્થળ ઉપરથી હથીયારો લાવી વેચતા અને ખરીદતા પકડી પાડી આ હથીયારોનો ક્યાય ઉપયોગ થયો છે કેમ અને તેનો ઉપયોગ ચુંટણીમાં કરવાના હતા કે કેમ તે જાણવા માટે તેને રિમાન્ડ ઉપર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.હથીયારો સાથે પકડાયેલા અફરોઝ અબ્દુલ કુરેશી સામે હત્યાનો પ્રયાસ, એપેડેમીક એકટ અને દારૂબંધીના ત્રણ ગુનાઓ નોંધાયા છે જ્યારે મહમદ મહેબુબ ચૌહાણ સામે બળાત્કાર, અપહરણ, પોકસો, એટ્રોસીટી સહિતના ગંભીર ગુનાઓ છે અને રમેશ વસોયા સામે અપહરણ અને પોકસો તથા નાની વડાળના હરેશ કારડીયા સામે પણ મારામારીનો ગુનો દાખલ થઇ ચુક્યો છે આમ આ 12 માંથી ચાર તો અપરાધીઓ નીકળ્યા છે જેને કારણે પોલીસ ગંભીરતાથી આ બનાવની તપાસ ચલાવી રહી હોવાનું પત્રકારોને વિગતો આપતા સાવરકુંડલાના ડીવાયએસપી શ્રી કે.જે.ચૌધરીએ જણાવ્યુ હતુ.