ચૂંટણીના કારણે કોરોના વધ્યો, કોંગ્રેસ પાર્ટી પણ દોષિત: ધારાસભ્ય વિરજી ઠુમ્મર

કોરોનાના કેસ વધતા જનભાવનાઓ સાથે હવે નેતાઓ પણ જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યએ આખરે કબૂલાત કરી છે કે કેસ વધવા પાછળ ચૂંટણીઓ જવાબદાર છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહૃાા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ અને સરકાર પર આક્ષેપો લાગી રહૃાા છે કે ચૂંટણીઓના કારણે કોરોના વધ્યો છે. આ વચ્ચે સોમવારે ગૃહની કામગીરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કબૂલાત કરી છે. વીરજી ઠુમ્મરે કહૃાું કે, કે ચૂંટણીના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહૃાો છે. કેસ વધવા પાછળ કોંગ્રેસ પાર્ટી પણ એટલી જ દોષિત છે. ચૂંટણીમાં તાયફાઓ કર્યા માટે કેસ વધ્યા છે. સાથે જ ઠુમ્મરે કહૃાું કે કોરોનાના કારણે મધ્યમ વર્ગની ગરીબી રેખા વધુ નીચે પહોંચી છે.