ચૂંટણી અધિકારી પર પરિણામ બદલવાનું બનાવ્યુ હતું દબાણ

  • ટ્રમ્પના ટેપ પર અમેરિકામાં વિવાદ

 

અમેરિકામાં એક ઓડિયો ટેપને કારણે વિવાદ થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોર્જિયાના ચૂંટણી અધિકારીને ફોન કરી ચૂંટણી પરિણામ બદલવાનું દબાણ બનાવ્યુ હતું. આ ઓડિયો વાયરલ થયા બાદ અમેરિકાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે અને તેની તુલના વોટરગેટ કાંડ સાથે કરવામાં આવી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની એક ટેપ સામે આવી છે, જેમાં ટ્રમ્પે જોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ અને રિપબ્લિકન નેતા બ્રાડ રફેનસ્પેર્ગરને ફોન કરી ચૂંટણી પરિણામ બદલવાનું દબાણ બનાવ્યુ હતું. ટ્રમ્પ કહી રહૃાા છે કે હું માત્ર એટલુ કહેવા માંગુ છું કે તમે તેને કરો. હું માત્ર ૧૧,૭૮૦ મત શોધી રહૃાો છું, જે અમારી પાસે છે તેના કરતા વધારે છે.

આ ટેપમાં ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપતા રફેનસ્પેર્ગર કહી રહૃાા છે કે જોર્જિયાના પરિણામ સાચા છે, હવે કઇ નથી થઇ શકતું. આ ટેપમાં ડોનાલ્ડ ટ્રમ્પ, રફેનસ્પેર્ગરને ધમકી પણ આપી રહૃાા છે કે જો તે તેમનું કામ કરવામાં નિષ્ફળ રહે છે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

મહત્વપૂર્ણ છે કે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જોર્જિયા પ્રાંતમાં જીત મેળવી હતી. અમેરિકાના તમામ ૫૦ રાજ્યના ઇલેક્ટોરલ કોલેજમાં જો બિડેનને ૩૦૬ મત મળ્યા છે, જ્યારે ટ્રમ્પના ભાગમાં ૨૩૨ મત આવ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત માટે ઇલેક્ટોરલ કોલેજના ૨૭૦ મતની જરૂર હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પની આ ટેપ સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો છે. જો બિડેન કેમ્પે ટ્રમ્પના ફોન કોલને અમેરિકન લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે. બીજી તરફ અમેરિકાના વોટરકાંડનો ખુલાસો કરવામાં સામેલ પત્રકાર કાર્લ બેરન્સ્ટેને તેને અમેરિકન રાજકારણમાં તોફાન લાવનારા વોટરગેટ કાંડથી પણ ખરાબ ગણાવ્યો છે.