ચૂંટણી ઇફેક્ટ: ફેબ્રુઆરી-માર્ચમાં કોરોના કેસોમાં વધારો થવાની દહેશત

દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં સરકાર અને લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. અને તાબડતોડ નાઈટ કરયુ સહિતનાં પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા. જે બાદ કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. પણ હવે ચૂંટણી અને લગ્ન પ્રસંગો આવતાં જ લોકો કોરોનાને ભૂલી ગયા છે. ચૂંટણીઓની રેલીમાં અને લગ્નના મેળાવડાંઓના કારણે ફેબ્રુઆરી તથા માર્ચ મહિના દરમિયાન કોરોનાનાં કેસો વધવાની દહેશત સેવાઈ રહી છે.

લગ્ન પ્રસંગમાં હવે સરકારે ૨૦૦ લોકોને મંજૂરી આપી છે. કોરોનાના કેસો નિયંત્રિત થતાં લોકોના મેળાવડાનું પ્રમાણ વધી જવા પામ્યું છે. એટલું જ હનીં આ મેળાવડામાં માસ્ક પણ લોકો નથી પહેરી રહૃાા. લોકોની બેદરકારીને કારણે કોરોનાનાં કેસો વધી શખે છે. કેસો ઘટી રહૃાા હોવાનું જાણીને લોકો બિન્દૃાસ બનતાં જાય છે. હોટેલ-રેસ્ટોરાંમાં લોકોની ભીડ થવા લાગી છે. માસ્ક પહેરવા મુદ્દે લોકોની બેદરકારી તથા સામાજિક અંતર ન જાળવવાના કારણે કોરોનાનાં કેસો વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માર્ચ સુધીમાં ફરીથી કોરોના બેકાબૂ થવાની દહેશત સેવાઈ રહી છે. કારણે કે લગ્નના મેળાવડાઓ ઉપરાંત હવે ચૂંટણીને લઈને રાજકીય મેળાવડા શરૂ થયા છે. ચૂંટણીની જાહેર સભાઓ અને રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહૃાા છે. તેમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહૃાા છે. આ સ્થિતિએ કોરોના બેકાબૂ થાય તો નવાઈ નહીં. તબીબોએ પણ ચૂંટણીમાં થઈ રહેલી સભાઓ, સરઘસ, મેળાવડાઓને લઈને કોરોના વકરવાની દહેશત વ્યક્ત કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી, સાંસદ વિનોદ ચાવડા તથા પ્રદેશ મોવડી ભીખુ દલસાણીયા કોરોના પોઝિટિવ છે. આ સ્થિતિએ કોરોનાનું વધતું જોખમ નજર સમક્ષ દેખાઈ રહૃાું છે. છતાં સરકાર જબરદસ્તી ગાણું ગાઈ રહી છે કે કોરોનાનાં કેસોનું જોખમ ઘટી રહૃાું છે. જે આશ્ર્ચર્ય સર્જે છે.