ચૂંટણી : જિલ્લામાં નવ હજાર લોકો સામે પોલીસના અટકાયતી પગલા

  • આગામી રવીવારે યોજાનારી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા એકશન 
  • 20 દિવસમાં જ આંકડો 9 હજાર થયો : વિવિધ પોલીસ સ્ટેશનોમાં પોતાની હરકતો માટે ચોપડે ચડેલા નામચીનોને બોલાવીનેે જામીન લેવામાં આવ્યા

અમરેલી, અમરેલી જિલ્લામાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન લોકો નિર્ભયતાથી મતદાન કરે અને લોકશાહીના પર્વને ઉજવે તેવા સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગોતરા પગલાં લેવા માટે અમરેલીના એસ.પી. શ્રી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ તંત્ર ને અપાયેલી સુચના ને પગલે પોલીસ તંત્ર દ્વારા જિલ્લાભરમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને માથાભારે ગણાતા 9000 જેટલાં લોકો ની સામે અટકાયતી પગલાં લઇ તેમના જામીન લેવામાં આવ્યા છે.અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રીઢા ગુનેગારો તથા ચુંટણીના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અવરોધ રૂપ થઈ શકે તેવા લોકો સામે અટકાયતી પગલાઓ લેવાઈ રહ્યા છે સોમવાર સુધીમાં અમરેલી જિલ્લામાં આવા નવ હજાર લોકો સામે અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે લોકોને પણ નિર્ભયતાથી મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે