ચૂંટણી જીતીશ તો કોરોના વેક્સીન મફત આપીશ: જો બિડેન

  • અમેરિકા ચૂંટણીમાં પણ ભાજપ જેવા વચનોની લ્હાણી

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં અનોખો સંયોગ જોવા મળ્યો છે. યુએસ પ્રેસિડેન્ટ ઈલેક્શન ૩ નવેમ્બરના રોજ યાજાશે ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના દાવેદાર જો બિડેન અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કરેલા દાવામાં સામ્યતા જોવા મળી છે. જો  બિડેને સત્તામાં આવ્યા બાદ તમામ અમેરિકનો માટે મફત રસીકરણનો વાયદો કર્યો છે. ભાજપે પણ બિહાર વિધાનસભા ચૂંટણી માટેના ઘોષણા પત્રમાં તમામ બિહારવાસીઓને મફતમાં રસીકરણનો વાયદો કર્યો હતો. જો બિડેને શુક્રવારે જણાવ્યું કે, જો તેઓ રાષ્ટ્રપતિ પદે ચૂંટાશે તો તમામ અમેરિકન્સને કોવિડ ૧૯ની મફત વેક્સીન ઉપલબ્ધ કરાવશે. તેમનું આ પગલું કોરોનાને નાબૂદ કરવાની દિશામાં રાષ્ટ્રીય રણનીતિનો હિસ્સો હશે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતા બિડેને કહૃાું કે ટ્રમ્પ વહીવટી તંત્ર કોરોના વાયરસ મહામારી સામે લડવામાં અસમર્થ રહૃાું છે અને કોરોના સામે તેમણે આત્મસમર્પણ કરી દીધું છે. હવે અમેરિકનોને તેમણે રામભરોસે છોડી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના ૧૧ દિૃવસ પહેલા બિડેને કોરોનાના મુદ્દે મહત્વનો ચૂંટણી વાયદો કર્યો છે. તેમણે જણાવ્યું કે અમે સત્તામાં આવીશું અને અમારી પાસે સુરક્ષિત રસી ઉપલબ્ધ થશે તો નાગરિકો પાસે વીમો હોય કે નહીં તમામ અમેરિકનોનું મફત રસીકરણ કરાશે.

બિડેને કોરોના સામે અમેરિકામાં થયેલા મૃત્યુઆંકના મામલે ટ્રમ્પ પર નિશાન સાધ્યું અને જણાવ્યું કે, કોરોનાથી વિશ્ર્વમાં સૌથી વધુ યુએસમાં ૨,૨૩,૦૦૦ લોકોના મોત થયા છે. કોરોના જેવી મહામારી દુનિયાએ હાલના ઈતિહાસમાં નથી જોઈ. આઠ મહિના વિત્યા છતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈ યોજના છે. બિડેને વધુમાં ઉમેર્યું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો સૌપ્રથમ રાષ્ટ્રીય રણનીતિ લાગુ કરશે જેનાથી કોરોનાથી આગળ વધી શકાય અને જીવન સામાન્ય બનાવી પુન: પાટા પર લાવી શકાય. તમામ ૫૦ સ્ટેટના ગર્વનરના વિચારોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. હું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજય બાદ કોંગ્રેસને અપીલ કરીશે કે તેઓ કોરોના વાયરસને હરાવવા માટેના તમામ મોટા બિલો પસાર કરે, તમામ સ્થળે માસ્ક ફરજિયાત બને અને નેશનલ ટેસ્ટિંગ પ્લાન લાગુ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે બિહાર વિધાનસભા ચૂંટણી આગામી મહિને યોજાશે જેમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ૧૧ મહત્વના મુદ્દાઓને સ્થાન આપ્યું હતું. ભાજપે બિહારમાં તમામને મફત કોરોનાની રસી ઉપલબ્ધ કરાવવાનો મુદ્દો સૌથી ટોચ પર હોવાનું જણાવ્યું હતું.