ચૂંટણી પંચ દ્વારા કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ થઈ ગઈ જાહેર

નવીદિલ્હી,તા.૨૯
ચૂંટણી પંચ દ્વારા આજે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ૧૩ એપ્રિલે નોટિફિકેશન જાહેર થશે. ૨૦ એપ્રિલથી ઉમેદૃવારી ભરવાનું શરુ થશે. ૨૧થી ૨૩ એપ્રિલ સુધી નામાંકનની સમીક્ષા કરશે. ૨૪ એપ્રિલ ઉમેદૃવારી પરત ખેંચવાની અંતિમ તારીખ હશે. કર્ણાટકમાં મતદૃાન ૧૦ મેના રોજ એક તબક્કામાં યોજાશે અને ૧૩મેના રોજ પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી કમિશ્ર્નરે કહૃાું કે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવી એ અમારી પ્રાથમિકતા છે. કર્ણાટકમાં ૨૨૪ વિધાનસભા સીટ છે. ચૂંટણી પંચનો નિર્ણય છે કે, ૮૦ વર્ષથી મોટી ઉંમર અને દિૃવ્યાંગ મતદૃારો ઘરેથી મતદૃાન કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર રાજીવ કુમારે કહૃાું કે, કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ ૨૪ મેના રોજ સમાપ્ત થઈ રહૃાો છે. એટલા માટે અમે કોઈ પણ હાલમાં આ ચૂંટણી સંપન્ન કરવા માગીએ છીએ. મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર રાજીવ કુમારે કહૃાું કે, કર્ણાટક વિધાનસભામાં નવા મતદૃારો, જનજાતિય સમુદૃાય અને ટ્રાંસજેન્ડર પર ખાસ ભાર આપવામા આવશે. ૧૨.૧૫ લાખથી વધારે મતદૃારો ૮૦ વર્ષથી ઉપરના છે. ૨૭૬ મતદૃારો ૧૦૦ વર્ષથી વધારે ઉંમરના છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વિશેષ આઉટરીચ કરશે. કુલ ૫.૨૨ કરોડ મતદૃાર છે, જેમાં પુરુષ ૨.૬૨ કરોડ અને મહિલાઓ ૨.૫૯ કરોડ છે. વર્ષ ૨૦૧૮માં કોંગ્રેસ અને જેડીએસે મળીને સરકાર બનાવી અને એચડી કુમારાસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. લગભગ ૧૪ મહિના બાદૃ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર પડી ગઈ. બીએસ યેદિૃયુરપ્પાએ કોંગ્રેસને બળવા ધારાસભ્યોની મદૃદૃથી ભાજપની સરકાર બનાવી. જો કે, ૨ વર્ષ બાદૃ યેદિૃયુરપ્પાને પણ મુખ્યમંત્રી પદૃ છોડવું પડ્યું હતું. ભાજપના કેન્દ્રીય નેતૃત્વે રાજ્યના સીએમ બદૃલવાનો નિર્ણય લીધો અને બસવરાજ બોમ્મઈ, બીએસ યેદિૃયુરપ્પાના ઉત્તરાધિકારી તરીકે પસંદ થયાં.