ચેક રીટર્ન કેસમાં લીલીયા અદાલતે આરોપીને 6 માસની સજા ફટકારી

લીલીયા,
લીલીયા ક્રિષ્ના કો. ઓપરેટીવ સોસાયટીમાંથી ધિરાણ મેળવી હપ્તા નહી ભરતા બાકીદાર પીપળવા ગામના રાજુભાઈ જીવાભાઈ બેરાએ રૂ/-2,60,375 નો ચેક આપેલ તે રીટર્ન થતા ક્રિષ્ના ક્રેડીટ કો.ઓ. સો. ના માનદ મેનેજર જીતેન્દ્ર ડી. પાઠક દ્વારા બાકીદાર સામે મંડળીના લીગલ એડવાઈઝર કિશોરભાઈ પાઠક દ્વારા લીલીયા કોર્ટમા ફોજદારી કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા રાજુભાઈ જીવાભાઈ બેરા રહે. પીપળવા વાળાને પ્રિન્સિપાલ સિવિલ જજ અને જયુ. મેજી. દ્વારા 6 માસની સજા અને ચેકની રકમ જેટલો દંડ અને વળતર ચુકવવા કોર્ટે હુકમ કરતા મંડળીના બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ કામના આરોપી હાલ ફરાર હોય જેથી સજા વોરંન્ટ અમરેલી એસપીને મોકલી ધડપકડ કરી જેલમાં મોકલવા હુકમ કરેલ