ચોચુવોંગે પી.વી. સિંધુને ૨૧-૧૭, ૨૧-૯થી હરાવી

  • ઓલ ઈંગ્લેન્ડ બેડિંમટન ચેમ્પિયનશીપ

 

વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પી.વી. સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ બેડમિટન સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પરાજય થયો છે. થાઈલેન્ડની વિશ્વની ૧૧મી ક્રમાંકિત ચોચુવોંગે પી.વી. સિંધુને ૨૧-૧૭, ૨૧-૯થી હરાવી હતી. ૪૩ મીનીટ ચાલેલી આ મેચમાં ચોચુવોંગેની આક્રમત રમત, પાવર અને પ્લેસમેન્ટ સામે આજે પી.વી. સિંધુ ઝાંખી લાગતી હતી.

સિંધુએ કહૃાું, ’’આજે ચોચુવોંગનો દિવસ હતો. તેના બધાં જ શોટ લાઇનમાં રહૃાા હતા. મારા પરાજ્ય માટે અનફોર્ડ એરર્સ પણ એટલી જ જવાબદાર હતી. હું આજે કંઈ પ્રતિકાર કરી શકું તેવી રમત બહાર નહોતી લાવી શકી.’’ સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં યામાગુચીને ૧૬-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૯થી પરાજય આપીને આગેકૂચ કરી હતી. ૨૦૧૮ની ઓલ ઈંગ્લેન્ડ બેડિંમટન ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પણ વર્લ્ડ નંબર સાત પી.વી. સિંધુનો પરાજ્ય થયો હતો. સિંધુ આ મેચમાં ઉતરતા અગાઉ ચોચુંવોંગ સામે ૪-૧ની સરસાઈ ધરાવતી હતી તેથી આ મેચની હારથી તે વધુ નિરાશ થઈ હશે.